ગીતાએ પોલીસને અરજી કરી છે કે, તે પિયર આવી ગયા પછી ગીતા તેની માતા અને ભાભી સાથે સમાધાન માટે પરેશના ઘરે ગયા હતા. જોકે, ત્યારે ઉશ્કેરાયેલા પરેશે ગીતાનું ગળું દબાવી દીધું હતું. ત્યારે ગીતાના ભાભીએ તેને છોડાવી હતી. આ પછી ગત શનિવારે ગીતાના પિયરમાં કોઈ નહોતું ત્યારે પરેશ આવ્યો હતો અને તેના ગળે છરી રાખીને તિજોરીમાંથી 1 લાખ રૂપિયા કાઢીને લઈ ગયો હતો.
2/4
ગીતાએ આ અંગે પરેશની પૂછપરછ કરતાં બિઝનેસના કામ માટે બહાર જવાનું થાય છે, તેમ જણાવ્યું હતું. જોકે, તેને સેલ્સગર્લ સાથે પતિના લગ્નેત્તર સંબંધોની શંકા જતાં તેણે પતિ પર વોચ રાખવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પરેશ સેલ્સગર્લ સાથે રૂમમાં સેક્સ માણી રહ્યો હતો, ત્યારે જ ગીતાએ તેને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે પરેશે ગીતાને તે ગમતી ન હોવાનું જણાવીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. એટલું જ નહીં, ઘરમાં આવવું હોય તો બે લાખ રૂપિયા લઈને આવવાનું કહ્યું હતું.
3/4
આ અંગેની ઘટના એવી છે કે, ગીતા અને પરેશ(નામ બદલ્યા છે)ના 13 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમના આ લગ્નજીવન દરમિયાન તેમણે ત્રણ સંતાનો છે. દરમિયાન એક સેલ્સગર્લ સાથે પરેશ પરિચયમાં આવ્યો હતો આ પછી બંને વચ્ચે મુલાકાતો શરૂ થઈ હતી અને પછી તો પરેશ અને આ સેલ્સગર્લે સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. આ પછી પરેશ બે-ત્રણ દિવસે ઘરે આવવા લાગતાં ગીતાને પતિ પર શંકા થવા લાગી હતી.
4/4
અમદાવાદઃ શહેરની એક મહિલાએ પોતાના પતિને સેલ્સગર્લ સાથે સેક્સ સંબંધો હોવાની અને પતિએ ઘરમાંથી કાઢી મુકી હોવાની તેમજ તેને ગળે છરી રાખીને એક લાખ રૂપિયા પડાવી ગયો હોવાની અરજી અમદાવાદ પોલીસ સ્ટેશનમાં આપી છે. મહિલા પોતાના પતિને સેલ્સ ગર્લ સાથે કઢંગી હાલતમાં જોઇ જતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને પછી તેણે પત્નીને ઘરેથી કાઢી મુકી હતી.