શોધખોળ કરો
ભૂતપૂર્વ પત્નિએ મીઠી મીઠી વાતો કરી યુવકને મળવા બોલાવ્યો ને પછી શું થયું ?

1/7

પોલીસે મહેસાણાથી સોનલ અને તેના પિતાને ઝડપી લીધા પણ બીજા આરોપીઓ ભાગી ગયા છે. પોલીસે તેમની શોધ આદરી છે.
2/7

અમદાવાદઃ અમદાવાદમાં એક યુવતીએ પોતાના ભૂતપૂર્વ પતિનું જ અપહરણ કરાવ્યું હોવાની ઘટના બની છે. જો કે રસપ્રદ વાત એ છે કે આ ઘટનામાં જેનું અપહરણ થયું હતું તે યુવકે ભૂતપૂર્વ પત્નિના ભાઈને જ મદદ કરી હતી ને તેનાથી છંછેડાયેલી યુવતીએ પરિવાર સાથે મળીને યુવકને ઉઠાવી લીધો.
3/7

દૈનિકને હાર્દિક ક્યાં છે તે ખબર નહોતી તેથી સોનલના પિતાએ દૈનિકના ભાઈ અક્ષયને ફોન કરી ધમકી આપી કે હાર્દિકને લઈ આવશો તો જ દૈનિકને છોડીશું. અક્ષયે પોલીસમાં જાણ કરતાં સાબરમતી પોલીસે તરત પગલાં લીધાં. તેમણે મહેસાણાથી દૈનિકને પૂર્વ સાસરિયાં અને પત્નીની ચુંગાલ માંથી મુક્ત કરાવ્યો.
4/7

દૈનિક સોલા ભાગવત પહોંચ્યો ત્યારે લ સોનલ ઉપરાંત તેના પિતા વસંત પટેલ , મોટો સાળો ચિંતન, આશિષ અને પાર્થ પટેલ હાજર હતા. એ લોકો દૈનિકને ઉઠાવીને મહેસાણા લઈ ગયા. દૈનિકને તેમણે ભેંસના તાબેલામાં બાંધીને ગોંધી રાખ્યો અને માર મારી હાર્દિકની ભાળ મેળવવા તેના પર અત્યાચાર શરૂ કર્યા
5/7

દૈનિકે હાર્દિક અને તેની પ્રેમિકાને કોર્ટ મેરેજ કરાવી આપ્યાં. હાર્દિકનો પરિવાર લગ્નથી નારાજ હતો તેથી હાર્દિક લગ્ન કરીને ફરાર થઈ ગયો. સોનલને હાર્દિકના પ્રેમસંબંધની જાણ પહેલાંથી હતી. દૈનિક તેને મદદ કરશે તે પણ તે જાણતી હતી તેથી તેણે મીઠી મીઠી વાતો કરીને દૈનિકને સોલા ભાગવત પાસે બોલાવ્યો.
6/7

જો કે આ લગ્ન ટક્યાં નહીં અને એક જ વર્ષની અંદર સોનલ- દૈનિકના ડિવોર્સ થઈ ગયા. ડિવોર્સના પંદર દિવસ બાદ દૈનિક પાસે તેનો ભૂપૂર્વ સાળો હાર્દિક આવ્યો. તેણે પોતાને એક યુવતી સાથે પ્રેમ હોવાથી લવમેરેજ કરવામાં મદદ માગી. હાર્દિકે પોતાને મદદ કરી હોવાથી દૈનિક તે માટે તૈયાર થઈ ગયો.
7/7

જેનું અપહરણ કરાયું તે યુવકનું નામ દૈનિક સોલંકી છે. દૈનિકને આરોપી સોનલ પટેલ સાથે એક વર્ષ પહેલાં પ્રેમ થયેલો. આ સંબંધથી સોનલના પિતા નારાજ હતા પણ સોનલના નાના ભાઈ હાર્દિકે દૈનિકને મદદ સોનલ સાથે તેનાં લગ્ન કરવામાં મદદ કરી હતી.
Published at : 23 Sep 2016 12:51 PM (IST)
Tags :
Ahmedabadવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
