શોધખોળ કરો
અમદાવાદઃ મૂળ મુંબઈની યુવતીનું અપહરણ કરાવી ખુદ પતિએ ગુજાર્યો બળાત્કાર
1/3

પતિએ ચારિત્ર્યની શંકા રાખીને મેઘાને કાઢી મૂકતાં તે મુંબઈ પરત આવી ગઈ હતી અને ત્યાં જ રહેવા લાગી હતી. ત્યારે મેઘાએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે, ચારિત્ર્યની શંકા રાખી ઘરમાંથી કાઢી મુકાયા પછી તે દરિયાપુરમાં કાકાના ઘરે રહેતી હતી, ત્યારે એક દિવસ તેના પતિ અને સાસરીવાળાઓએ કારમાં આવી તેનું અપહરણ કર્યું હતું અને છૂટાછેડાના કાગળો પર સહી કરાવી લીધી હતી. વાત અહીંથી જ અટકી નહોતી પતિએ તેના ગળા પર ચપ્પુ મૂકી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ તેને તે રાત્રે ઢોર માર માર્યો હતો.
2/3

અમદાવાદઃ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં મૂળ મુંબઈની યુવતીએ પોતાના પતિ સામે જ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે મૂળ મુંબઈની 32 વર્ષીય મેઘા(નામ બદલ્યું છે)ના 12 વર્ષ પહેલા અમદાવાદના અને શાહીબાગ ખાતે રહેલા પરેશ(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન તેમને એક 11 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો છે. જોકે, છેલ્લા ત્રણેક વર્ષથી તેના સાસરીવાળા મેઘા પર ચારિત્ર્ય અંગે આક્ષેપો કરી રહ્યા હતા. આ આક્ષેપો પછી ઉશ્કેરાયેલા પતિએ એક વર્ષ પહેલાં તેને માર મારીને કાઢી મૂકી હતી.
Published at : 02 Sep 2016 10:32 AM (IST)
Tags :
Ahmedabad RapeView More





















