શોધખોળ કરો
ગુજરાતના ક્યા IPS અધિકારીએ દારૂબંધીનો ભંગ કરવાનું કહેતાં થયો વિવાદ? ટ્વિટ કર્યું, ‘Say NO TO PROHIBITION’

1/3

રવિવારે સવારે આશરે પોણા અગિયારે જેસીપી સેક્ટર-2 અશોક કુમારે આગલા દિવસે અમદાવાદ પોલીસ ઝુંબેશના ભાગરૂપે જે ચેકિંગ કર્યું હતું તેના જુદા જુદા ચાર ફોટોગ્રાફ્સ ટ્વિટ કરી એવું લખ્યું કે, કાયદો તોડનારાઓ સામે કડક પગલાં ભરવા માટે અમદાવાદ પોલીસ પૂરજોશમાં સક્રિય છે અને પછી ભાંગરો વાટતા ઉમેર્યું કે, ‘Say NO TO PROHIBITION’. આ ટ્વિટ કરતાં જ તેમની આકરી ટીકા થવા લાગી હતી. કેટલાકે તો એ પણ કહ્યું કે, ગુજરાતના આઈપીએસ ઈચ્છતા લાગે છે કે રાજ્યમાંથી દારૂબંધી જાય.
2/3

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આખું વર્ષ દારૂની રેલમછેલ થતી હોય છે અને આ બધુ પોલીસના સાંથગાંઠ વગર શક્ય નથી. તેમ છતાં પોલીસ ક્યારે આ વાતનો સ્વીકાર કરતી નથી. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીના એક ટ્વિટ કરતાં જાણે આ વાત જગજાહેર સ્વીકારી હોય તેવું લાગ્યું.
3/3

અમદાવાદના સેક્ટર-2 જેસીપી અશોક કુમારે એક ટ્વિટ કર્યું, જેમાં લખ્યું, ‘દારૂબંધીને જાકારો આપો’ એવી લોકોની હાકલ કરતાં મટો વિવાદ સર્જાયો હતો. અન્ય લોકોએ ધ્યાન દોરતાં ભાંગરો વાટ્યો હોવાનું ભાન થતા આઈપીએસ અધિકારીએ પોતાનું આ ટ્વિટ ડીલિટ કર્યું હતું. જોકે ત્યાં સુધીમાં આ ટ્વિટના સ્ક્રીનશોટ લઈને તે ખૂબ વાયરલ થઈ ચૂક્યું હતું.
Published at : 01 Jan 2019 12:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
શિક્ષણ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
