અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14 દિવસ છે. હાલ હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા છે. હાર્દિક પારણા કરે તેવી અપીલ પણ કરી છે અને આજે કે કાલે પારણા કરે તેવી શક્યતા છે. પાટીદારોમાં એવી ચર્ચા છે કે કાગવડ ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ મધ્યસ્થી કરશે.
2/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ અને ઉમિયાધામ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો મળીને અમે ચર્ચા કરીશું ત્યાર બાદ સરકાર સાથે મધ્યસ્થી કરીને ચર્ચા કરીશું અને બને એટલું તમામ મુદ્દાઓનો નિવેડો લાવીશું. પાટીદારોને હાર્દિકને બહુ જ ચિંતા છે. હાર્દિકની ત્રણ માંગ છે તેની પણ ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. જેમ બને તેમ જલ્દી જ સરકાર સાથે બેઠક યોજીશું અને આ ત્રણેય મુદ્દાઓનો નિવેડો લાવીશું. હાર્દિક ક્યારે પારણા કરશે તેની જાણ હું તમને કરીશ.
3/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી માટે તૈયાર છું. બીજી બાજુ સરકાર અને પાસે નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે અને સમગ્ર મુદ્દે આજે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશ તેવું લાગી રહ્યું છે.
4/5
પાસનું હકારાત્મક વલણ અપનાવતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ આજે અથવા કાલે હાર્દિક પટેલ પારણાં કરે તેવી શક્યતા છે. આજે અમદાવાદ ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી જેમાં મનોજ પનારા, દિનેશ બાંભણિયા, લલિત વસોયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. તેમાં હાર્દિકની તબિયતને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
5/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે જો પાસ અને સરકાર ઈચ્છે તો જ હું મધ્યસ્થી માટે તૈયાર છું. ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. આર્થિક રીતે નબળા વર્ગને અનામત મળવું જોઈએ. જ્યારે હાર્દિકને અપીલ કરું છું કે તે પારણા કરી લે. મને હાર્દિકે બોલાવ્યો નહતો જોકે મને પાસના આગેવાનો અને પાટીદાર યુવાનોના ફોન આવતાં હતા એટલે હું મારી જાતે જ હાર્દિકને મળવા આવ્યો છું.