લાલજી પટેલે આજે આઠ માંગણીઓ સાથેનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે, જેમાં ગુજરાતમાં ભાજપ સરકાર પાટીદારો પરત્વે નકારાત્મક વલણ રાખતી હોવાનો આક્ષેપ કરાયો છે. હાલમાં ગુજરાતની પરિસ્થિતિ બગડી રહી હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કરાયો છે.
2/3
પાટીદારોની માંગણીઓ બાબતે સરકારને પત્રમાં ચેતવણી પણ અપાઈ છે. પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારાય તો જે થશે તે માટે ભાજપ સરકાર જવાબદાર રહેશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
3/3
મહેસાણાઃ સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીને હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ચિમકી ઉચ્ચારી છે કે, ઉપવાસને કારણે કોઈ પાટીદાર યુવકો જીવ ગુમાવશે, તો તેની જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે.