શોધખોળ કરો
અમદાવાદઃ નરહરી અમિનના ભત્રીજા સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
1/4

અમદાવાદના ખોડિયાર ગામની જમીનના વિવાદ મામલે ખેડૂત જયદીપસિંહ કેશરીસિંહ વાઘેલાએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીએ પોતાની જમીનમાં ડોક્ટર્સ અને તેમના મળતીયાઓએ ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હોવાની રજૂઆત કરી હતી. અને પોતાની જમીન પાછી મેળવવા તેમજ જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાની માગણી કરી હતી. જેના પગલે હાઇકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણીએ સંલગ્ન પોલીસ સ્ટેશનના અધિકારીને આ મામલે તપાસ કરીને 7 દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. અને જો કોગ્નીઝેબલ ગુનો બનતો હોય તો આ મામલે એફ.આઈ.આર. નોંધવા પણ આદેશ કર્યો હતો.
2/4

જોકે ડોક્ટર્સની વગના કારણે નબળી તપાસ ના થાય તે મામલે ફરિયાદી ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવશે. નોંધનીય છે કે ડોક્ટર રાજેન્દ્ર પટેલ નવરંગપુરામાં ઓર્થોપેડિક સર્જન છે. ડોક્ટર કનુભાઈ પટેલ ફિઝિશિયન છે. ડોક્ટર દિનેશ પટેલ ઉસ્માનપુરા વિસ્તારમાં સર્જન છે.અને ડોક્ટર કિર્તી પટેલ કેન્સર સોસાયટીમાં ડીન છે.
3/4

જોકે પોલીસે આ સમગ્ર મામલે ત્રણ મહિના જેટલી તપાસ ચલાવી। અને આખરે સરખેજના નાયબ પોલીસ અધિક્ષકે આ મામલે ગુનો નોંધવા અંગે મંજૂરી આપી. જે બાદ બોપલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર્સ અને તેમના મળતિયાઓએ 1993માં રદ્દ થયેલી ખોડિયાર સામુદાયિક સહકારી ખેતી મંડળીના નામે ખોટા દસ્તાવેજો ઉભા કરીને રેવન્યુ રેકર્ડમાં નામ નહિ હોવા છતાં ખોટી પાવર ઓફ એટર્ની કરી તેમજ ખોટા રહેણાંકના પુરાવા અને લાઈટ બીલો રજૂ કરીને જમીન પર કબ્જો જમાવી દીધો હોવાના મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.
4/4

અમદાવાદઃ ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમિનના ભત્રીજા સહિત 11 લોકો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ પ્રશાંત અમિત સહિત કુલ 11 લોકો સામે અડાલજની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. બોપલ પોલીસે અમદાવાદના ચાર જાણીતા ડોક્ટર્સ રાજેન્દ્ર પટેલ, કીર્તિ પટેલ, દિનેશ પટેલ, કનુ પટેલ અને બિલ્ડર પ્રશાંત અમીન સહિતના લોકો સામે ખોટા દસ્તાવેજો ઉભા કરવા, છેતરપિંડી કરી અને એક ખેડૂતની જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદ નોંધી છે.
Published at : 22 Oct 2016 02:21 PM (IST)
Tags :
BJP LeaderView More





















