ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ મીડિયા સાથેની વાતમાં મહેશ શાહના દિકરા મોનિતેષ પિતા અંગે કાંઇ જાણતો ન હોવાનો દાવો કર્યો હતો.
2/7
અમદાવાદઃ ઇન્કમ ટેક્સ ડેકલેરેશન સ્કીમ હેઠળ રૂ. 13,860 કરોડની રોકડ જાહેર કરનારો અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહ અચાનક શનિવારે મીડિયા સમક્ષ હાજર થઇને પોતે નિર્દોષ હોવાનું કહ્યુ હતું. ઇન્કમટેક્સ વિભાગે મહેશ શાહની ધરપકડ કરી હતી. જોકે, મહેશ શાહે દાવો કર્યો હતો કે, આ બધા રૂપિયા તેના નથી પણ મોટા વેપારીઓ, બિલ્ડરો અને રાજકારણીઓના છે અને બ્લેકમની વ્હાઇટ કરવાના બદલામાં કમિશન માટે મેં આ કામ લીધુ હતું.
3/7
અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો નંબર U45201GJ2008PTC053340 છે. તે સિવાય કંપની સિવિલ એન્જિનિયરીંગમાં સંકળાયેલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપનીનું કેપિટલ 1 લાખ રૂપિયા છે.
4/7
મહેશ શાહની આ કંપનીનું એડ્રેસ M/18/208, ગોકુલ એપાર્ટમેન્ટ, નારાયણપુરા, સોલા રોડ, પારસ નગરની સામે, અમદાવાદ, ગુજરાત 380063 આપવામાં આવ્યું છે. કંપની 25 માર્ચ,2008ના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં કંપનીનું સ્ટ્રેટ્સ એક્ટીવ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
5/7
આ માહિતી બાદ મહેશ શાહના દિકરાના દાવાની વિરુદ્ધમાં છે જેમાં મોનિતેષે કહ્યુ હતું કે, તે આ રૂપિયા અંગે કાંઇ જાણતો નથી.
6/7
જોકે, કેટલીક વિગતો મહેશ શાહના દાવાની વિરુદ્ધમાં જઇ રહી છે. મહેશ શાહના નામે અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. આ કંપનીમાં મહેશ ચંપકલાલ શાહ, દુષ્યંત શાંતિલાલ શાહ અને મહેશ શાહનો દિકરો મોનિતેષ મહેશકુમાર શાહ ડિરેક્ટર્સ છે.
7/7
મહેશ શાહે દાવો કર્યો હતો કે “મને ફસાવવામાં આવ્યો છે. મારા આ કામ અંગે મારો પરિવાર અજાણ છે. મહેશ શાહના દિકરા મોનિતેષે પણ પિતા નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. મહેશ શાહે રડતા રડતા સ્વિકાર્યું હતું મારી ભૂલ છે હું સ્વીકારું છું પરંતુ સાથે પરિવારને ખાતરી આપું છું કે મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે જેના કારણે સમાજમાં નાલેશી મળે.”