સારવાર માટે ખસેડાયેલી પરિણીતાના નિવેદનને આધારે બાવલુ પોલીસે પતિ સહિત ત્રણ સાસરિયા અને પ્રેમિકા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરિણીતાએ ફરિયાદ કરતાં આરોપીઓ ફરાર થઈ ગયા છે.
2/3
અગોલના અનવર આલમભાઈ જાદવને ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા પત્ની સાથે મારઝુડ કરતો હતો. એટલું જ નહીં, સાસરિયા ત્રાસ આપી તલાક લેવા શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. શુક્રવારે રાત્રે 9 વાગે પરિણીતાને તલાક માટે માર માર્યો હતો. એટલું જ નહીં, સાસરિયાએ પ્રેમિકા સાથે મળી પરાણે ઝેરી દવા પીવડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
3/3
કડી: તલાક આપવાનો ઇનકાર કરતાં યુવકે પ્રેમિકા સાથે મળી પત્નીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. કડીના અગોલ ગામે પત્નીને ઝેરી દવા પીવડાવી નાંખવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ થતાં બાવલુ પોલીસે પતિ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.