શોધખોળ કરો
હોમઅમદાવાદઅમદાવાદઃ એવું તે શું થયું કે કિશોરે દાદા-દાદીની નજર સામે જ ફ્લેટ પરથી કૂદીને કરી લીધો આપઘાત?
અમદાવાદઃ એવું તે શું થયું કે કિશોરે દાદા-દાદીની નજર સામે જ ફ્લેટ પરથી કૂદીને કરી લીધો આપઘાત?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 26 Sep 2017 11:10 AM (IST)
1/7

ઘટના બાદ નારણપુરા પોલીસ આવી પહોંચી હતી અને આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વિશાલના દાદા પ્રકાશચંદ્રએ પોલીસને જણાવ્યું કે તેમનો દીકરો રાજેન્દ્ર સીએ છે અને હાલમાં પત્ની અને 12 વર્ષની દીકરી સાથે નાઈજીરિયામાં રહે છે. જ્યારે પૌત્ર વિશાલ જોધપુરની બિરલા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-10માં ભણતો હતો.
2/7

વિશાલે આત્મહત્યા પહેલા નાઈજીરિયામાં રહેતા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, ‘હું દુનિયા છોડીને જઇ રહ્યો છું’. બીજી તરફ દાદા-દાદી વિશાલને શોધી રહ્યા હતા, ત્યારે ત્યારે તેમની નજર સામે જ વિશાલ ફ્લેટના ધાબા પરથી કૂદી ગયો હતો. વિશાલ રાજેન્દ્રકુમાર ભરાડિયા(15)એ રવિવારે મોડી રાતે 11.38 વાગ્યે ફ્લેટના ધાબા પરથી પડતું મૂકી દીધું હતું.
3/7

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પરથી કૂદીને એક સગીરે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. સગીરે પોતાના દાદા-દાદીની નજર સામે જ ફ્લેટના ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલા સગીરે પિતા સાથે વાત કરી હતી અને આ પછી તેણે આપઘાત કરી લીધો હતો.
4/7

સ્કૂલના પ્રિન્સિપાલ સંજય તિવારી અને વાઈસ પ્રિન્સિપાલનો દીકરો સમન્વય વિશાલ સાથે ભણતો હતો. ઓગસ્ટ મહિનામાં સમન્વયે સ્કૂલની છોકરીની છેડતી કરી હતી. જે બાબતે વિશાલ અને તેના મિત્રોએ સમન્વયને ઠપકો આપીને તેને લાફો મારી દીધો હતો. જે બાબતે પ્રિન્સિપાલ સંજય તિવારીએ વિશાલ અને તેના 7 મિત્રો મળીને 8 વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તા. 28 ઓગસ્ટે રેસ્ટિકેટ કરી દીધા હતા.
5/7

વિશાલ ડિપ્રેશનમાં હતો અને તેણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા માટે પ્રિન્સિપાલ સંજય તિવારી, વાઈસ પ્રિન્સિપાલ-સમન્યવ જવાબદાર હોવાનો આક્ષેપ તેના દાદાએ કર્યો હતો. બીજી તરફ પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, વિશાલને રસ્ટિકેટ નથી કર્યો. તેના દાદા તેમની મરજીથી અમદાવાદ લઈ ગયા હતા. સ્કૂલ પાસે ભરાડિયાની ટ્રાન્સફર સર્ટિફિકેટ માટેની અરજી પણ છે. છેડતીની વાતનો તેમણે ઇનકાર કર્યો હતો.
6/7

આ પછી વિશાલ ફોઈના ઘરે જોધપુર જતો રહ્યો હતો. પરંતુ દાદા પ્રકાશચંદ્ર અને દાદી શીલાદેવી 31 ઓગસ્ટે વિશાલને લઇ આવ્યા હતા. પ્રિન્સિપાલે વિશાલને કોઇ સ્કૂલમાં એડ્મિશન ન મળે એટલે તેના સ્કૂલ લિવિંગમાં લાલ શેરો મારી દીધો હતો. તેમ છતાં વિશાલના દાદાએ ઉદ્દગમ સ્કૂલમાં એડ્મિશન લીધું હતું.
7/7

આ અંગેની વિગતો એવી છે કે, રાજસ્થાનના અજમેર પાસેના કિશનગઢની બિરલા ઈન્ટરનેશનલ સ્કૂલમાં છોકરીની છેડતી બાબતે પ્રિન્સિપાલના દીકરા સાથે ઝઘડો થતા ધોરણમાં ભણતાં વિશાલ ભરાડિયાને સ્કૂલમાંથી કાઢી મૂકાયો હતો. આ પછી વિશાલ નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસેના સુફલામ ફ્લેટમાં દાદા-દાદી સાથે રહેતો હતો. જ્યાં તેણે ગઈ કાલે આપઘાત કરી લીધો હતો.
Published at : 26 Sep 2017 11:10 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
અમદાવાદ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
ટ્રેન્ડિંગ સમાચાર






















