શોધખોળ કરો
ભડકાઉ ભાષણને લઈને ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ કોણ નોંધાવશે ફરિયાદ, જાણો વિગત
1/4

આ ઉપરાંત ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ સોમવારે અમદાવાદમાં સાયબર સેલમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે. ઓબીસી એકતા મંચે માંગ કરી છે કે, માત્ર કોંગ્રેસીઓની જ ધરપકડ કેમ... ભાજપના નેતા, હોદ્દેદારોની ફેસબુક પર પરપ્રાંતીયો વિરુદ્ધ ભડકાઉ કોમેન્ટો કરી છે છતાં પણ પોલીસ કેમ અટકાયત કરતી નથી. પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી છે.
2/4

સૂત્રોના મતે, ભાજપના ધારાસભ્યોએ ખુલ્લેઆમ ભડકાઉ ભાષણો કર્યાં છે જેના પુરાવા પણ છે. આ પુરાવા આધારે કોંગ્રેસી નેતાઓએ કાયદાના નિષ્ણાંતો પાસે સલાહ લીધી હતી. આગામી દિવસોમાં ભાજપના ધારાસભ્યો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર છે. માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ ભાજપના નેતાઓ વિરુદ્ધ કેસો કરે તેવી શક્યતા છે.
Published at : 14 Oct 2018 12:55 PM (IST)
View More





















