અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ વચ્ચે સામસામી આક્ષેપબાજી ચાલી રહી છે, ત્યારે હાર્દિક પટેલના સમર્થનમાં ઉત્તર ગુજરાત સોશિયલ મીડિયા કન્વીનર અભિક રમેશભાઈ પટેલ મેદાનમાં આવ્યા છે. તેમણે હાર્દિકને પત્ર લખીને અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે કે, હાર્દિક પટેલને બદનામ કરવા માટે કેતન પટેલ અને ચિરાગ પટેલ જે નિવેદનો ફટકારી રહ્યા છે, તે એક ચોક્કસ કાવતરાનો ભાગ છે. ભાજપના ખાસ મનાતા ઉદ્યોગપતિએ કેતન પટેલને હાર્દિકને બદનામ કરવા માટે કરોડો રૂપિયા આપ્યા છે અને તેના ઇશારે આ આખો ખેલ ચાલી રહ્યો છે. અભિકે હાર્દિકને લખેલા પત્રમાં બીજા કયા કયા ધડાકા કર્યા છે, તે જાણવા માટે વાંચો સંપૂર્ણ પત્ર.