પાટીદાર સમાજને અનામત આપો અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો આ અમારી ગુજરાત સરકાર સામે હાર્દિકની પ્રમુખ માંગ છે. વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસને સફળ બનાવવા માટે બિન અનામત સમાજમાં આવતા તમામ સમાજના આગેવાનો સંસ્થાઓ અને યુવા સંગઠનનો સહયોગ માંગવામાં આવશે. આ સાથે ગુજરાતમાં ખેડૂત આંદોલન ચલાવતા સંગઠનો અને તેના પ્રમુખ હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવશે
2/6
પાટીદાર સમાજને અનામત મળશે અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું પણ માફ કરવામાં આવશે. તમારા સાથની જરૂર છે. ઉપવાસના પહેલા દિવસથી 50 હજારથી વધુ આંદોલનકારીઓ હાજર રહેશે અને દરરોજ 1100 આંદોલનકારીઓ પ્રતિક ઉપવાસ કરશે.
3/6
સમગ્ર ગુજરાતમાંથી 1000 જેટલા હોદ્દેદારોએ હાજરી આપી આગામી 25મી અંગેની વ્યૂહચરના ઘડવામાં આવી હતી. 24થી વધુ મુખ્ય એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને તમામ એજન્ડાઓને બધાંની હાજરીમાં મંજુર કરવામાં આવ્યા હતા.
4/6
ત્યાર બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, મંજૂરી મળે કે ના મળે વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ થશે. આ બેઠકમાં વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસને લગતી મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
5/6
વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આગલા દિવસે એટલે કે 24 ઓગસ્ટની રાતથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ઉમટી પડશે. ઉપવાસ છાવણીનું સ્થળ અમદાવાદનું નિકોલ વિસ્તાર રહેશે.
6/6
અમદાવાદ: આગામી 25મી ઓગસ્ટે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે. રવિવારે હાર્દિકના નિવાસ સ્થાને ગુજરાતના તમામ તાલુકાના અને જિલ્લાઓના કન્વીનર તથા સહ કન્વીનર અને મુખ્ય આંદોલનકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી.