શોધખોળ કરો
હાર્દિક કિડનીની સારવાર માટે દિલ્લી ગયેલો ને ત્યાં પબમાં ડાન્સ કરતો હતો, હાર્દિકના ક્યા નજીકના સાથીએ કર્યો આ આક્ષેપ?
1/6

2/6

હાર્દિક પટેલના બેંગ્લુરૂ અને દિલ્લીની મુલાકાત અંગેના વીડિયો અને ઓડિયો સહિતના દસ્તાવેજો દિનેશ બાંભણિયાએ જાહેર કરતા ખળભળાટ મચી ગયો હતો.
3/6

બાંભણિયાએ જણાવ્યું હતું કે, હાર્દિકે ઉપવાસ દરમિયાન જ બેંગ્લુરૂ જવા બુકિંગ કરી દીધું હતું. જેનાથી સ્પષ્ટ થાય છે કે, તેનું ઉપવાસ આંદોલન પણ રાજકિય નાટક હતું. કિડનીની સારવારના નામે તે દિલ્હી ગયો હતો પણ ત્યાં જઈને પબમાં ડાન્સ કર્યો હતો. હાર્દિકે સમાજ સાથે દગો કર્યો છે.
4/6

દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્લી ગયો હતો અને ત્યાં ભરપૂર ડાન્સ કર્યો હતો તેનો વીડિયો દિનેશ બાંભણિયાએ મીડિયાને આપ્યો હતો. જ્યાં હાર્દિક ‘ઢોલીડા ઢોલ રે વગાડ...’ પર ભરપુર ડાન્સ કર્યો હતો.
5/6

જિંદાલ હોસ્પિટલમાં કિડનીની સારવાર માટે દાખલ થયો હતો પણ તેનું રૂપિયા 3.60 લાખનું બિલ ચુકવાયું હતું પરંતુ હાર્દિક દિલ્લીના પબમાં જઈ ડાન્સ કર્યો હતો તેવા આક્ષેપ અમદાવાદમાં શનિવારે મીડિયા સમક્ષ એક સમયે હાર્દિક પટેલના સાથે રહેલા દિનેશ બાંભણિયાએ કર્યાં હતા.
6/6

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાંય સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનના નામે હાર્દિક પટેલ રાજકારણ રમી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જોકે દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ પર કેટલાંક ગંભીર આરોપો લગાવ્યા છે.
Published at : 28 Oct 2018 09:59 AM (IST)
View More





















