અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને એક થવા અપીલ કરતાં કહ્યું છે કે, તારું અને મારુ છોડો. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે, આપણે સૌ ખેડૂત ના દીકરા છીએ અને આપણે સૌને સરકારી નોકરીમાં કેવી તકલીફ પડે છે જાણીયે છીએ, માટે વિરોધ છોડો.
2/4
આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત યાત્રા સમયે એવી વાતો ચાલી હતી કે હાર્દિક પટેલનો કેજરીવાલને ટેકો છે. હાર્દિક પટેલે એ પછી આ સ્પષ્ટતા કરીને ખુલાસો કર્યો છે કે પોતાને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી અને પોતે પાટીદાર સમાજ માટે જ કામ કરે છે.
3/4
હાર્દિકે એમ પણ લખ્યું છે કે જે દિવસે રાજનૈતિક પાર્ટીમાં જોડાઉં ત્યારે મારો વિરોધ કરજો, અત્યારે તો સહયોગ આપજો. ભાજપ,કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય, મારે કોઈ સાથે લેવા દેવા નથી. મારે ફક્ત પાટીદાર સમાજ ના હિત સાથે લેવા દેવા છે અને એ બાબતે જરાય પણ બાંધછોડ નહિ થાય.
4/4
હાર્દિકે પાટીદારોને અપીલ કરીને કહ્યું છે કે, કદાચ મારી કાર્યશૈલી નહિ ગમતી હોય પરંતુ હું દિલનો સાફ છું અને સારું કાર્ય કરવા માંગુ છું. મને સમાજ તરફથી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ પર સાચા સામાન્ય પાટીદાર તરીકે કામ કરવા માંગુ છું અને આ કાર્ય માં તમે મને સાથ આપો એવી આશા રાખું છું.