અમદાવાદ: સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો માહોલ જામતો જાય છે. અમદાવાદી યુવક-યુવતીઓ અવનવા ગરબા સ્ટેપ કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષી રહ્યા છે. અમદાવાદના પાર્ટી પ્લોટ્સ ખૈલૈયાઓથી ખીંચોખીચ ભરાઇ જાય છે. છોકરીઓ ટ્રેડિશનલ ચણિયાચોળીમાં સોળે શણગાર સજી ગામઠી નારનો પરિચય કરાવી રહી હતી.