પત્નીએ સ્ત્રીબીજ ડોનેટ કરવાનો ઈન્કાર કરતાં તેને સ્ત્રી બીજ ડોનેટ કરવા માટે મજબૂર કરી હતી. જેને પગલે અમદાવાદ, વડોદરા સહિત ઉદયપુર, અજમેર જઇને અફઝલે તેની પત્નીનાં સ્ત્રીબીજ ડોનેટ કરાવ્યાં હતાં. સ્ત્રીબીજ ડોનેટ કર્યા બાદ જે રૂપિયા આવતા હતા તેનાથી દેવું ચૂકતે કરતો હતો. ફરિયાદી પરિણીતાએ જણાવ્યા મુજબ, 15 હજાર રૂપિયાથી લઇને 25 હજાર રૂપિયા સ્ત્રીબીજ ડોનેટના મળતા હતા.
2/5
ત્યાર બાદ રૂપિયાની આવક બંધ થતાં પતિએ અલગ-અલગ શહેરોમાં જઈને પત્નીની મરજી વિરુદ્ધ સ્ત્રી બીજ વેંચ્યું હતું. ત્યાર બાદ પત્નીએ વિરોધ કરતા પત્ની જે ભાષા ન જાણતી હોય એવી ભાષાના કાગળ પર સહી કરાવી લીધી હતી અને બાદમાં પત્નીને જાણવા મળ્યું કે તે પેપરો તો ડિવોર્સના હતા. સમગ્ર ઘટનાની ખબર પડતા પરિણીતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
3/5
પરિણીતાએ વર્ષ 2010માં મુંબઈમાં રહેતા અફઝલખાન આરીફખાન પઠાણ સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના થોડા દિવસ બાદ સાસુએ તેને ઘરમાંથી કાઢી મુકી અને બેરોજગાર પતિને લઈને તે અમદાવાદ આવી ગઈ હતી. માત્ર એટલું જ નહીં, તેણીએ પતિને રોજગારી મળે તે માટે રૂપિયા પણ અપાવ્યા હતાં. પરંતુ ઉડાઉ પતિએ પત્નીની જિંદગી બરબાદ કરી નાખી હતી. દેવું વધી જવાને કારણે પતિ અફઝલખાને પત્નીને તેના પરિવારમાંથી રૂપિયા લાવવા માટે પણ દબાણ કરતો હતો.
4/5
ચોંકાવનારી વિગત છે કે, લગ્ન પહેલા આ પરિણીતા મસ્કતમાં રહેતી હતી. જેના કારણે તેને ગુજરાતી ભાષા લખતાં કે વાંચતા આવડતી ન હોવાથી પતિએ ગુજરાતીમાં ડિવોર્સ પેપર સહી કરાવી લીધી હતી.
5/5
અમદાવાદઃ શહેરના ફતેવાડીમાં એક વિદેશી યુવતી પાસે દેવામાં ડૂબેલા ઉડાઉ પતિએ જબરદસ્તીથી સ્ત્રી બીજ ડોનેટ કરાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના ફતેવાડી પાસે આવેલી આલિશા રેસિડન્સીમાં રહેતી પરિણીતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ સ્ત્રીબીજ ડોનેટ કરાવવા તેમજ માનિસક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ પોલીસ સ્ટેશને કરી છે.