પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની અસર ટ્રાંસ્પોર્ટ અને ટેક્સટાઈલ ઉદ્યોગ પર પણ જોવા મળે છે. એકજ મહિનામાં પેટ્રોલ ડીજલમાં ત્રણ રૂપિયા જેટલો ભાવ વધારો થતાં ટ્રાંસપોર્ટ માલિક અને ટેક્સટાઈલ વેપારીમાં રોષ જોવા મળે છે.
2/4
દિલ્લીમાં ડીઝલની કિંમત 68 રૂપિયા 08 પૈસા, કોલકાતામાં 70 રૂપિયા 63 પૈસા, મુંબઈમાં 72 રૂપિયા 48 પૈસા અને ચૈન્નઈમાં 71 રૂપિયા 87 પૈસા પ્રતિ લીટર થયું છે. પેટ્રોલ અને ડીજલમાં વધતા જતા ભાવને લઇને કાઁગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાઁગ્રેસે અમદાવાદના ટાઉંન હૉલથી નહેરૂબ્રિજ સુધી ઉંટ લારીમાં બાઇક મૂકી વિરોધ નોંધાવ્યો હતો.
3/4
સતત નવમા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. આજે દિલ્લીમાં પેટ્રોલની કિંમત 76 રૂપિયા 87 પૈસા છે. કોલકાતામાં 79 રૂપિયા 53 પૈસા, મુંબઈમાં 84 રૂપિયા 70 પૈસા અને ચેન્નઈમાં 79 રૂપિયા 79 પૈસા પ્રતિ લીટર છે.
4/4
અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડના સ્થિર ભાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 76 રૂપિયાને પાર થયો છે. પેટ્રોલના ભાવમાં ત્રીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર-રાજકોટમાં 74નો આંક વટાવ્યો છે.