શોધખોળ કરો

રોડના રીસરફેસિંગમાં વેઠ ઉતારાય છેઃ ભાજપના જ ટોચના નેતાના આક્ષેપથી ખળભળાટ

1/5
મ્યુનિ.હેલ્થ ખાતાએ મોડી રાતે દોડધામ કરી એસ.જી.હાઇવે ઉપર ચાલતાં શંભુ કોફી બારને સીલ મારવા જેવી કાર્યવાહી કરી તેનો મુદ્દો ઉઠાવતાં ગૌતમભાઇ પટેલે આખા શહેરમાં રાતનાં સમયે ખાણીપીણીનો ધંધો ધમધોકાર ચાલે છે ત્યાં પણ આવી કાર્યવાહી કરો કે કેમ તેવો સવાલ કરતાં હેલ્થ અધિકારી એક તબક્કે મુંઝાઇ ગયા હતા, પછી તમે કહેજોને અમે કાર્યવાહી કરાવીશું તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. ભાવનાબેન પંડ્યાએ પણ તેમાં સુર પુરાવતાં કહ્યું કે, હેલ્થ ખાતાવાળા રાત્રે જતાં હોય તો અમે પણ ફરિયાદ કરીએ. અન્ય મહિલા સભ્ય પુષ્પાબેન મિસ્ત્રીએ ગરીબ આવાસ યોજનાઓમાં યોગ્ય દેખરેખનાં અભાવે અસામાજિક તત્વો દુરુપયોગ કરતાં હોવાનું અને લોકોને છેતરી ભાડે મકાન પધરાવી દેતાં હોવાની રજૂઆત કરી હતી.

2/5
ખારીકટ કેનાલમાં હજુ કેમિકલયુક્ત રંગીન પાણી છોડાતું હોવાના મામલે સ્ટે.ચેરમેન પ્રવીણભાઇ પટેલે જીપીસીબીની ટીમને સાથે રાખી તપાસ કરવા અને જે કોઇ ફેક્ટરીમાંથી ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડાતું હોય તો તેને સીલ મારી દેવા જણાવી દીધું હતું. એક સભ્યની રજૂઆતને પગલે પુરાતત્વ ખાતા સાથે સંકલન કરી કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો ફૂટઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.

3/5
સભ્યની રજૂઆતને સમર્થન આપતાં સ્ટે.ચેરમેને પણ દિવાળી ટાણે અમદાવાદમાં પાણી-ગટરની સમસ્યા સર્જાવી જોઇએ નહીં તેમ જણાવ્યું હતું. બેઠકમાં મેઘાણીનગર હાઉસિંગમાં પાણીનો કકળાટ અને લોકોએ કરેલી તોડફોડનો મુદ્દો ઊઠાવ્યો હતો, તેનાં જવાબમાં અધિકારીઓએ એવું કહ્યું કે, હાઉસિંગનાં ત્રણ-ચાર બ્લોકમાં લોકોએ ગેરકાયદે મોટી લાઇનો નાખી જોડાણો કરી દીધા હોવાથી પાછળનાં બ્લોકમાં પાણી પ્રેશરથી પહોંચતું નથી. આ સાંભળી ચેરમેને તેવા ગેરકાયદે જોડાણો કાપી નાખવાની સૂચના આપી હતી.

4/5
સ્ટે.કમિટીની બેઠકમાં મહિલા સભ્ય ભાવનાબેન પંડ્યાએ નારાજગી સાથે એવી રજૂઆત કરી હતી કે, મેમનગરમાં હજુ પણ પાણીની સમસ્યા ઠેરની ઠેર જ છે, અગાઉની સ્ટે.કમિટીમા અને ઝોનની વોર્ડ બેઠકમાં પણ રજૂઆત કરવા છતાં કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. તેમની નારાજગી સમજી કમિશનરે જાસપુરથી આવતાં પાણીનાં પ્રેશરમાં વધારો કરવા વાલ્વ વધારે ખોલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

5/5
અમદાવાદ: ચોમાસા દરમિયાન ધોવાઇ ગયેલા અને તૂટી ગયેલા રોડ ડિફેક્ટ લાયેબિલિટીના ભાગરૂપે રિસરફેસ થઇ રહ્યા છે, તેમાં વેઠ વાળવામાં આવતી હોય તેમ લાગે છે તેવી ટકોર સ્ટેન્ટિંગ કમિટીમાં થતાં અધિકારીઓની બોલતી બંધ થઇ ગઇ હતી. સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન પ્રવીણભાઇ પટેલે જણાવ્યું હતું કે, રોડ રિસરફેસની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સભ્યોની અને કોર્પોરેટરોની ફરિયાદોને જોતાં એવું લાગી રહ્યું છે કે, ગેરંટી-વોરંટી વાળા રોડ રિસરફેસ કરવામાં કોન્ટ્રાક્ટરો વેઠ જ વાળી રહ્યા છે. ફૂટપાથ સાઇડના 3-4 ફૂટ રસ્તા રિસરફેસ કર્યાં વગર છોડી દેવાય છે તે ચલાવી લેવાશે નહીં અને પૂરેપૂરી લંબાઇ-પહોળાઇના રોડ ઝડપથી રિસરફેસ કરાવવા તંત્રને તાકીદ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Embed widget