હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
4/8
આ ઉપરાંત રાજુલા પંથકમાં પણ ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. મોટાભાગની નદીઓમાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.
5/8
ગામ નજીક આવેલી માલણ નદીમાં ધોડાપૂર આવતા પાણી ગામમાં પહોંચી ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જોકે વરસાદના જોરને કારણે ખેડૂતો ખુશ છે અને વાવણીની કામગીરી શરૂ કરી દીધી છે.
6/8
હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકના રબારિકા ગામમાં ત્રણ કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો.
7/8
પૂર્વના નરોડા, વસ્ત્રાલ, નિકોલ, નારોલ, બાપુનગરથી લઈને પશ્વિમમાં આશ્રમ રોડ, પાલડી, નવરંગપુરા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાંક દિવસથી બફારાથી અકળાતા શહેરીજનોને વરસાદને કારણે રાહત થઈ હતી. જોકે, થોડા વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી પણ પડી હતી.
8/8
અમદાવાદ: આખો દિવસ કાળા ડિંબાંગ વાદળો અને અંધારા જેવું વાતાવરણ રહ્યા બાદ રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. અમદાવાદમાં રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. જ્યારે છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લાના અનેક ગામોમાં પાણી ભરાયા છે.