ત્યાં બીજી બાજુ ફ્લેટના રહીશોએ મુખ્ય જાંપો બંધ કરી દઈ સિક્યોરિટી ગાર્ડને બહારથી કોઈને ના પ્રવેશવા સૂચના આપી છે. બીજી તરફ તેમની નજીક આવેલી ચાની કીટલી પર મહેશ શાહ ચા પીને પૈસા આપતા નહોતા અને ફ્લેટની નીચે આવેલા પાનના ગલ્લા પર મોંઘીદાટ સિગરેટ પીને ઉધાર રાખતો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે મહેશ શાહ ભલે નવાબી જીવન જીવતો હતો પણ ઉધારમાં પોતાના મોજશોખ પુરા કરતો હોવાનું સાબિત થયું છે.
2/2
અમદાવાદ: કૌભાંડી મહેશ શાહે કાળા નાણાંના 13 હજાર કરોડ રૂપિયા પોતાની પાસે હોવાની કબુલાત કરતા ઇન્કમટેક્સ વિભાગે તેમની શોધખોળ શરુ કરી છે ત્યારે કૌભાંડી મહેશ શાહ હાલ જોધપુર ચાર રસ્તા ખાતે આવેલા મંગલ જ્યોત ફકેટ ખાતેના ઘરેથી ફરાર થઇ ગયો છે.