અર્થાત સીએસ ચેમ્બર કે તેની બાજુના કોન્ફરન્સરૂમમાં પટાવાળાને બદલે મશીનથી કામ લેવા આ પ્રકારના રોબોટ મુકવામાં આવ્યા છે. જોકે મંગળવારે રોબોટ સાયન્સ સિટીમાં મુકાવા હોવાનું જાણવા મળ્યું હતું.
4/7
રોબોટને લઈ શરૂઆતમાં તો એવી વાતો વહેતી થઈ હતી કે મહત્ત્વની મિટિંગોમાં કોઈ પણ વ્યક્તિનું ઈન્ટરફિયરન્સ ના રહે એટલે રોબોટ લાવવામાં આવ્યા છે.
5/7
સીએસ ઓફિસમાં પટાવાળાના કામ માટે રોબોટ રાખવામાં આવ્યા હોવાની વાત સચિવાલયમાં પ્રસરતા અધિકારીઓ-કર્મચારીઓ પણ નવાઈ લાગી હતી અને રોબોટની કામગીરી જોવાનો લ્હાવો લીધો હતો.
6/7
સચિવાલયમા બ્લોક નંબર એકના પાંચમાં માળે સીએસ ઓફિસ આવેલી છે. જ્યાં અગાઉ ગુજરાતના મુખ્યમંત્રીઓ આ ઓફિસથી ગુજરાતનો વહીવટ સંભાળતા હતા. સોમવારે સવારે સીએસ ઓફિસના ફ્લોર પર પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએચ ચેમ્બરની વચ્ચે બે રોબોટ ચા-પાણી અને નાસ્તાની પ્લેટ લઈને અવર-જવર કરતા અનેક મુલાકાતીઓએ જોયા હતા.
7/7
ગાંધીનગર: ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંઘની ઓફિસમાં સોમવારે પટાવાળાને બદલે બે રોબોટ ચા-પાણી અને નાસ્તો લઈને આવતા અહીં આવેલા સેક્રેટરીઓથી લઈને સામાન્ય મુલાકાતીઓમાં જોરદાર કુતૂહલ સર્જાયું હતું. સીએમઓ બાદ ગુજરાતમાં સૌથી સલામત ઓફિસમાં માણસને બદલે મશીનથી કામ લેવાનું શરૂ થયાનું બહાર આવતાં મોડી સાંજ સુધીમાં સચિવાલયમાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અન આખો દિવસ ચર્ચાનો વિષય બન્યો હતો.