અમદાવાદઃ કથિત રૂપે વરરરાજાએ પોતાના લગ્નના દિવસે જ હોબાળો મચાવ્યો હતો. દુલ્હને ફોટા લેવા દેવાની ના પાડતાં ગુસ્સે ભરાયેલા વરરાજાએ તેણીના સંબંધીઓ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે દુલ્હને પોલીસને ફોન કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે આ ઘટના અમદાવાદન અમરાઇવાડીમાં આવેલા કુશાભાઉ ઠાકરે હોલમાં બની હતી.
2/6
દુલ્હને જણાવ્યું હતું કે, સંજયે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. મોટરસાઇકલ, દહેજ જે જોઈતું હતું તે આપ્યું છતાં તેમણે મારા પરિજનોને શરમજનક સ્થિતિમાં મુકી દીધા હતા. જે લોકો વિમેન્સની રિસ્પેક્ટ ન કરી શકે તેમને જાહેરમાં લટકાવી દેવા જોઇએ.
3/6
અમદાવાદના અમરાઇવાડીમાં રહેતા સમાજ સેવક જણાવ્યું હતું કે, સમસ્યાનું સમાધાન કરવા માટે અમે પ્રયત્નો કર્યા હતા પરંતુ દુલ્હન અને તેના પિતા મક્કમ હતા અને તેઓ લગ્ન વિધિ પતાવ્યા વિના જ જતા રહ્યા હતાં.
4/6
વરરાજાએના પિતાએ પણ તેનો સાથ આપ્યો હતો અને દુલ્હનના સંબંધીઓ પ્રત્યે ઉગ્ર થઈ ગયા હતા. દુલ્હનના કાકા ધુધરસિંહ ચૌહાણ સહિતના અન્ય લોકોએ દરમિયાનગીરી કરી દુલ્હનના પિતાને બચાવી લીધા હતા. આ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વરરાજાની ધરપકડ કરી હતી. છોકરીએ વરરાજા અને તેના પરિવાર પર દહેજમાં રોકડ રકમ અને મોટરસાઈકલ લીધી હોવાનો આરોપ લગાવ્યો છે.
5/6
આ દરમિયાન ફોટોશૂટ થઈ રહ્યું હતું તે રૂમમાં સંજય પ્રવેશ્યો હતો અને દુલ્હન સાથે ફોટા પડાવવાના બહાને તેના શરીરને ટચ કરવા લાગ્યો હતો. તેણીએ સંજયને કહી દીધું હતું કે, વિધિ પૂરી થાય ત્યાં સુધી સાથે ફોટા નહીં લેવાય. જેથી ગુસ્સે ભરાયેલા વરરાજાએ દુલ્હનને ધક્કો મારી પોતે રૂમને બહાર નીકળી ગયો હતો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે દુલ્હનના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
6/6
કોલેજમાં અભ્યાસ કરતી દુલ્હને પોતાની એફઆઇઆરમાં નોંધાવ્યું હતું કે 11 મેના રોજ તેમના લગ્ન હતાં. વરરાજો એલએલએમનો વિદ્યાર્થી હતો. પોલીસે જણાવ્યું હતું કે, મહેમાનોએ ડિનર કરી લીધું હતું ત્યારે દુલ્હન ફોટોશૂટ કરાવી રહી હતી.