આ બેઠકમાં પાસ દ્વારા સરકાર સાથે ચર્ચા કરવા કિરીટ પટેલ (પાટણ), લલીત પટેલ(વસોયા), મનોજ પનારા(મોરબી), કેતન પટેલ (જૂનાગઢ), દિનેશ બાંભણીયા(અમદાવાદ), દિનેશ બાંભરોડીયા, વરુણ પટેલ (અમદાવાદ), ઉદય પટેલ, અલ્પેશ પટેલ (સુરત), અનીલ પટેલ અને રવી પટેલની પસંદગી કરાઈ હતી.
2/7
ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) સાથે અનામત મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માધ્યમથી હાર્દિક સહિતના નેતાઓને ચાર્ચા માટે નિમંત્રણ આપ્યું હતું. પાસના કન્વિનર હાર્દિક પટેલે તેનો સ્વીકાર કરતાં આ બેઠક યોજાઈ છે.
3/7
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આ મંત્રણા માટેનું નિમંત્રણ સ્વીકાર્યું છે અને પાસ વતી 11 પ્રતિનિધીની નિમણૂક કરી છે. હાર્દિક પટેલે મંગળવારે ઉદયપુરમાં પોતાના નિવાસસ્થાને ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાસના તમામ તાલુકા અને જિલ્લા કન્વિનરો હાજર રહ્યા હતા.
4/7
બીજી તરફ સરકાર વતી નીતિન પટેલ ઉપરાંત રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પાસના આગેવાનો સાથે ચર્ચા કરશે. સરકારની આ પહેલના કારણે પાટીદારોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમને અનામતનો પ્રશ્નની ઉકેલ ફરી આવશે તેવી આશા જાગી છે. સરકાર પણ આ સમસ્યા ઉકેલવા આતુર છે.
5/7
હાર્દિકે ચીમકી આપી છે કે તેમનું આંદોલન પાટીદાર સમાજના હિત માટે છે અને સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાશ થશે તો જાન્યુઆરીમાં દંગલ ખેલાશે. હાર્દિકને હાઈકોર્ટે જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે તે આવતા મહિને પૂરી થાય છે.
6/7
હાર્દિકે સરકારના નિમંત્રણના જવાબમાં તેના ફેસબુક પેજ પર સરકારને ચીમકી આપી હતી અને સાથે સાથે ચાર મુદ્દે પાટીદારોનો અભિપ્રાય પણ માગ્યો હતો. હાર્દિકે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકાર સાથે પાટીદારોને અનામત તથા પોલીસ દમનના મુદ્દા પર ચર્ચા થશે.
7/7
અમદાવાદઃ ગુજરાત સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) વચ્ચે પાટીદાર અનામત મુદ્દે આજે બપોરે 11.30 કલાકે મંત્રણા શરૂ થશે. સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં સરકારના પ્રતિનિધીઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના 11 પ્રતિનિધી સાથે ચર્ચા કરશે.