આખરે બંને અલગ અલગ કેસમાં કોર્ટે છૂટાછેડા ગ્રાહ્ય રાખતાં આધેડ વયે ડોક્ટર અને મેનેજરે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ કપલ હવે લગ્નગ્રંથિએ જોડાવા જઈ રહ્યું છે. ફેમિલી કોર્ટ સંકુલમાં આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે.
2/6
આ મિત્રતા પ્રેમમાં પાંગરી અને બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, જેના માટે બંનેએ એકબીજાના કેસમાં કોર્ટ છૂટાછેડાને મંજૂરી આપે તેનો થોડોક સમય ઈંતેજાર કર્યો હતો.
3/6
આ બંને કેસો ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યા હતા ત્યારે ડોક્ટર અને મહિલા મેનેજર એકબીજાના પરિચયમાં આવ્યા હતા. તેમની વચ્ચે મિત્રતા વધી એટલે કોર્ટ બહાર પણ એકબીજાને મળવાનું થતું હતું. મિત્રતા અચાનક પ્રેમમાં પાગરી હતી અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
4/6
અમદાવાદમાં રહેતાં ડોક્ટર અને તેમના પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખટરાગ હોવાથી એકબીજાની સંમતિથી છૂટાછેડા મેળવવા માટે બે વર્ષ પહેલાં ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તો બીજા અન્ય એક કેસમાં ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતી યુવતીએ પતિના ત્રાસથી કંટાળીને છૂટાછેડા માટે એક વર્ષ પહેલાં ધા નાખી હતી.
5/6
ડોક્ટરને કોર્ટમાં મુદત વખતે જે સમદુખિયારી સાથે પ્રેમ પાંગર્યો હતો તે પરિણીતાને પણ તેના પતિથી છૂટાછેડા મેળવવામાં સફળતા મળી હતી ત્યાર બાદ આ બંને પાત્રોએ હવે વિધિવત રીતે લગ્નગ્રંથિએ જોડાવાનું નક્કી કર્યું છે. ફેમિલી કોર્ટમાં ભાગ્યે જ જોવા મળે તેવો આ કિસ્સો પ્રકાશમાં આવતાં અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે.
6/6
અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતાં આધેડ વયના ડોક્ટરને ફેમિલી કોર્ટના ધક્કા ફળ્યા હતાં, જે કારણ જાણીને તમે પણ ચોંકી જશો. કોર્ટમાંથી તેઓ છૂટાછેડા મેળવવામાં તો સફળ થયા જ છે સાથો સાથ ફેમિલી કોર્ટમાં પતિથી છૂટાછેડા મેળવવા આવેલ અન્ય એક સમદુખિયારી પરિણીતા દુલ્હન તરીકે તેમને મળી ગઈ હતી.