અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ અને અંબાલાલ પટેલને આજે કોર્ટે વિસનગર તોડફોડ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે-બે વર્ષની સજા ફટકારી છે. જ્યારે 14 પાટીદાર યુવકોને નિર્દોષ છોડી મૂક્યા છે. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.
2/3
આ ઉપરાંત પટેલ જયંતિભાઈ લીલાચંદ, પટેલ ભરતભાઈ સોમાભાઈ, પટેલ સુરજકુમાર પ્રવીણભાઈ, પટેલ સંજયભાઈ ત્રિભોવનભાઈ અને પટેલ સંજયકુમાર લક્ષ્મણભાઈને નિર્દોષ છોડવામાં આવ્યા છે.