શોધખોળ કરો
અમદાવાદમાં સપાટો બોલાવનાર આ IPS અને IAS અધિકારીની બદલીની વાતને લઈને શહેરીજનોએ શું કર્યું, જાણો વિગત
1/5

અમુક વિધ્નસંતોષીઓ આવા અધિકારીઓને હટાવવામાં કામે લાગી ગયા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે એકાએક બન્ને અધિકારીઓની બદલીઓના ભણકારા શહેરીજનો સુધી પહોંચી જતાં બદલીઓ અટકાવવા માટે શહેરીજનોએ સોશિયલ મીડિયામાં જબરદસ્ત મારો ચલાવ્યો છે અને પ્રજાને જાગૃત થવા અપીલ કરી છે.
2/5

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, 10 દિવસમાં અમદાવાદની રોનક બદલી નાખનાર બન્ને કમિશનરની બદલીઓ રોકો જો આ બદલીઓ રોકવામાં નહીં આવે તો આપણું શહેર કોઈ દિવસ સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત નહીં થાય. બન્ને અધિકારીઓની આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકના નિયમનુ ભંગ કરીને હસતા મોઢે દંડ ભરીને સહકાર આપી રહ્યા છે.
Published at : 07 Aug 2018 08:56 AM (IST)
View More





















