આ બેઠકમાં આશાબેન પટેલ ઉપરાંત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ અને ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા. તેમણે આશાબેન પટેલની કોંગ્રેસમાં વાપસી કરાવવા કવાયત હાથ ધરી છે. આશાબેન પટેલને લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડાવવાની ઓફર પણ કરાઈ છે.
2/4
શનિવારે રાત્રે અલ્પેશ ઠાકોર અને પરેશ ધાનાણી આશાબેન પટેલને મનાવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય પાટીદાર નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે. સાયન્સ સિટી વિસ્તારમાં શનિવારે રાત્રે 4 કલાક ચાલેલી બેઠકમાં આશાબેનને ભારે સમજાવટ કરવામાં હતી.
3/4
કોંગ્રેસે તેમને મનાવવા માટે આશાબેન પટેલને લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી ઉમેદવાર બનાવવાની ઓફર પણ કરાઈ છે. રવિવારે કોંગ્રેસના એક ડઝનથી વધારે ધારાસભ્યોએ ગાંધીનગરમાં ધામા નાંખીને દિવસભર બેઠકો કરી હતી અને આશાબેનને કોંગ્રેસમાં રહેવા માટે સમજાવ્યાં હતાં.
4/4
ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતના ઉંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલે શનિવારે ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધું તેના કારણે કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. આશાબેન પટેલને મનાવવા કોંગ્રેસના નેતાઓ મેદાને પડ્યા છે અને આ મામલે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં શનિવારે રાત્રે 4 કલાક સુધી બેઠક ચાલી હતી.