આરોપી સદામહુસેન વીમા એજન્ટ છે. અંસારીએ કામકાજ સંદર્ભે અવારનવાર ભદ્રની બેંકમાં આવવું પડતું હતું, જયાં ફરિયાદી સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. બંને વચ્ચેની ઓળખાણ પાછળથી સમલૈગિંક સબંધોમાં પરિણમી હતી. ઘણાં સમય સુધી બંનેએ સંબંધ રાખ્યા હતા પણ પછી તિરાડ પડી હતી.
2/6
આરોપીને આ બાબતે ગુસ્સો આવતા તેણે ફરિયાદીને નુકશાન કરવા તેની સમાજમાં આબરૂનું ધોવાણ કરવાના ઈરાદે દેવસિંગ રાજપૂત નામથી બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં ફરિયાદીના ફોટા અપલોડ કરી ‘આ માણસ શોખીન છે’ એ સહિતની ગંદી કોમેન્ટ લખી ફોટા તેના સગાંને મોકલી આપ્યા હતા.
3/6
પોલીસે આ કેસમાં તપાસ કરતાં અંસારી ઝડપાયો હતો. અંસારીએ કબૂલાત કરી હતી કે, તેના ફરિયાદીની સાથે ઘણા સમયથી સજાતિય સેક્સ સંબંધો થયા હતા. થોડા સમય પહેલા ફરિયાદી આવા સંબંધ રાખવા માંગતા ન હોઈ તેમણે આરોપીને આ બાબતે જાણ કરી તેની સાથેનો સંબંધ કાપી નાંખ્યો હતો.
4/6
નવા નરોડામાં રહેતા યુવકે સાયબર ક્રાઈમ બ્રાંન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, છ મહિના પહેલા સોશિયલ મિડિયામાં ફેસબુક પર દેવસિંગ રાજપૂત નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી કોઈએ તેમનો ફોટો અપલોડ કરી તેમાં અશ્લીલ કોમેન્ટો કરી તેમના સગાસબંધીઓને ફેસબુકમાં ટેગ કરી તેને બદનામ કર્યો હતો. ઈરાદે આ કૃત્ય કર્યું છે.
5/6
આ અશ્લીલ ટિપ્પણીઓ સાથેના ફોટા તેણે પાર્ટનરના સગાસબંધીઓને ટેગ કરી બદનામ કરવાની કોશિશ કરી. આ અંગે પોલીસ ફરિયાદ કરાતાં સાયબર ક્રાઈમે આરોપી સદ્દામ હુસૈનની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમના પીઆઈ વી.બી.બારડે ટેકનીકલ પુરાવા એકત્ર કરી ગોમતીપુરમાં રહેતા સદામહુસેન અંસારીની ધરપકડ કરી હતી.
6/6
અમદાવાદ: અમદાવાદમાં એક યુવકને બીજા યુવક સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. બંને એકબીજામાં ખોવાઈ જતાં આ સંબંધ લાંબો સમય ચાલ્યો હતો પણ અચાનક બંનેના સંબંધોમાં કડવાશ આવતાં એક યુવકે બીજા યુવક વિશે ગંદી ટીપ્પણીઓ કરીને તેના ફોટા મૂક્યા હતા.