રવિવારે રાત્રે કોન્સ્ટેબલ અને રવિન્દ્ર અન્ય મિત્રો સાથે દારૂની મહેફિલ માણવા બેઠા હતા તે જ સમયે બંને વચ્ચે આ યુવતી સાથેના સબંધને લઈને તકરાર થઈ હતી. બંનેએ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં રવિન્દ્ર પણ ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે કોન્સ્ટેબલ ને વધુ ઇજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
2/5
બાપુનગર વિસ્તારમાં આવેલા સોનેરીયા બ્લોક પાછળ આવેલા કારખાનામાં કોન્સ્ટેબલ ઉમેશ ખાંડે અને રવિન્દ્ર તેમના અન્ય મિત્રો સાથે દારૂ ની મહેફીલ માણતા હતા. તે સમયે એક જ યુવતી સાથે બંનેના સંબંધને મુદ્દે તકરાર થઈ હતી અને બંને વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો.
3/5
કોન્સ્ટેબલ ઉમેશ અને રવિએ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં કોન્સ્ટેબલ ઉમેશ ગંભીર રીતે ઘવાતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
4/5
અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં એક યુવતી સાથે બે યુવકોને સેક્સ સંબધ હતા. બંને યુવલકો ખાસ મિત્રો હતા પણ યુવતીના કારણે મિત્રે મિત્રની હત્યા કરી નાંખી હોવાની ઘટના બની છે. આ પ્રણય ત્રિકોણમાં જેની કરપીણ હત્યા કરાઈ તે પોલીસ કોન્સ્ટેબલ હતો ને બીજા મિત્રે દારૂની મહેફિલ સમયે તેને પતાવી દીધો હતો.
5/5
મૃતક કોન્સ્ટેબલ ઉમેશા ખાંડે વસ્ત્રાલ ખાતે રહેતો હતો અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો. આરોપી રવિન્દ્રના બહેનની નણંદ સાથે કોન્સ્ટેબલ અને રવિન્દ્ર બંનેને સેક્સ સંબંધો હતા. આ યુવતી બંને સાથે મજા કરતી હતી. થોડા સમય પહેલાં બંનેને આ યુવતીના બંને સાથે સંબંધો હોવાની જાણ થઈ હતી.