ચાર્જશીટમાં પોલીસે નોંધ્યું છે કે 3 નવેમ્બરે રમેશે અર્ધબેભાન હાલતમાં રહેલી યુવતીના પગ પલંગ સાથે બાંધી બળાત્કાર કર્યો હતો. બીજા દિવસે પણ બન્ને આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો. કલોલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એ.સી. બારોટે જણાવ્યું છે કે તપાસ દરમિયાન પુરાવા મળી આવતાં ચાર્જશીટમાં કોન્ડમનો ઉપયોગ કરીને બળાત્કાર કર્યાનો ઉલ્લેખ કર્યો છે.
2/6
યુવતીને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યારે તેની હાલત અત્યંત ખરાબ હતી. યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેને દાખલ કરાઈ ત્યારે તેના મોઢામાં બે નળી લગાવેલી હતી. પેશાબ માટે પણ નળી લગાવાઇ હતી. આ સ્થિતિમાં બન્ને આરોપીઓએ યુવતી પર કોન્ડોમનો ઉપયોગ કરી બળાત્કાર કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસે કર્યો છે.
3/6
અડાલજ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે બળાત્કારના પુરાવા માટે આરોપીઓના ઝભ્ભો, લેંઘો, અન્ડરવેર કબજે કરી પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપ્યા હતા, જો કે ઝભ્ભો, લેંઘો, અન્ડરવેરમાં લોહી, વીર્ય કે વાળના અંશ મળી આવ્યા નહીં હોવાનો રીપોર્ટ એફએસએલે પોલીસને આપ્યો હતો.
4/6
આ કેસમાં ભોગ બનનાર યુવતી અનુસૂચિત જનજાતિની હોવાથી બન્ને આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમનો પણ ઉમેરો કર્યો છે. ડો. રમેશ તથા ચંદ્રકાન્તે 3 અને 4 સપ્ટેમ્બર, 2016 (શનિવાર અને રવિવાર)ના રોજ એપોલો હોસ્પિટલના એમઆઇસીયુ રૂમ નંબર 9માં ડેન્ગ્યુની સારવાર લઇ રહેલી યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થઇ હતી.
5/6
પાકિસ્તાનના કરાચીની લિયાકત અલી કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી હાંસલ કરીને છેલ્લાં ત્રણ વર્ષથી અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરી રહેલા ડો. રમેશ ભુરાલાલ ચૌહાણ તથા વોર્ડબોય ચંદ્રકાન્ત વણકર પર હોસ્પિટલમાં દાખલ 19 વર્ષીય યુવતી પર બળાત્કાર કરવાના મામલે ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.
6/6
અમદાવાદઃ ચર્ચાસ્પદ બનેલા એપોલો હોસ્પિટલ બળાત્કારકાંડમાં અડાલજ પોલીસે ગાંધીનગર કોર્ટમાં પાકિસ્તાની ડોક્ટર રમેશ ચૌહાણ અને વોર્ડબોય ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુ વણકર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી છે. પોલીસે ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે બન્ને આરોપીઓએ દર્દી યુવતી પર બળાત્કાર વખતે કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો.