શોધખોળ કરો

Heart Attack Death:કાળઝાળગરમી વચ્ચે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરેન્દ્રનગરમાં 2 યુવાનનાં મોત

કાળઝાળ ગરમી વચ્ચે અચાનક હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં 2 નવયુવાનના હાર્ટ અટેકથી મોત થયા છે.

Heart Attack Death:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે  હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યાં છે.લખતરમાં 20 વર્ષીય પાર્થ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો સાયલામાં 45 વર્ષીય ધીરુભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે.

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. હાલ ગરમીની વચ્ચે હાર્ટ અટેકનો કેસ વધી રહ્યાં છે. આજે એક જ દિવસમાં સુરેન્દ્રગર જિલ્લામાં 2 આશાસ્પદ યુવકના મોત થયા છે.

સુરેન્દ્રનગર ના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડયો હતો, તાબડતોબ તેમને હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે દુર્ભાગ્યવશ તેને સારવાર મળે તે પહેલા જ મોત થઇ ગયું. આશાસ્પદ યુવકના મોતથી શોકનું મોજુ ફરી વળ્યું છે.

Heart Attack : સાવધાન, ગરમીમાં જો આ 4 લક્ષણ અવગણશો નહિ, હાર્ટ અટેકના છે સંકેત 

સાયલન્ટ હાર્ટ અટેક ખતરનાક બની શકે છે કારણ કે, તેના લક્ષણો એકદમ હળવા હોય છે. તેમની અવગણના કરવી મોંઘી સાબિત થઈ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, હૃદય રોગ સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. આજકાલ સ્વસ્થ દેખાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, જેની પાછળનું કારણ સાયલન્ટ હાર્ટ એટેક પણ હોઈ શકે છે. આ હાર્ટ એટેક સાયલન્ટ કિલર એટલે છે કે અચાનક જ આવે છે અને બચાવનો સમય નથી આપતો. 

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ (રેફ.) જણાવે છે કે, જ્યારે ગરમી વધે છે ત્યારે હૃદયને પણ વધુ કામ કરવું પડે છે. જેના કારણે તેના પર દબાણ વધી જાય છે. આ દબાણ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર તાણ લાવે છે, જે સાયલન્ટ હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
જ્યારે દર્દીમાં તેના લક્ષણો દેખાતા નથી ત્યારે સાયલન્ટ હાર્ટ એટેક કહેવાય છે. આ લક્ષણો એટલા હળવા હોય છે કે દર્દી તેમની અવગણના કરે છે અને ખતરનાક પરિસ્થિતિમાં પરિણમી શકે છે. આવો જાણીએ આ સંકેતો વિશે.હાર્ટ એટેક વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ સાયલન્ટ હાર્ટ એટેકમાં આ સમસ્યા એકદમ હળવી લાગે છે. આમાં એવું લાગે છે કે કોઈ કારણસર તમારો શ્વાસ વધવા લાગ્યો છે. તેને અવગણશો નહીં.હાર્ટ એટેકની પીડા અચાનક અને તીવ્ર બની શકે છે. પરંતુ જો તમે છાતીમાં ભારેપણું અનુભવો છો, તો તે સાયલન્ટ હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે. છાતીમાં દબાણ અને જલન વગેરે હાર્ટ અટેકના જ લક્ષણો છે. 

હાર્ટ એટેક વખતે હૃદય તરફ જતું લોહી પ્રભાવિત થાય છે. જેના કારણે હાથ, કમર, ગરદન, જડબા અને પેટની આસપાસના ભાગોમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવાય તો અટેકના સંકેત  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?Hun To Bolish : હું તો બોલીશ : ખાદી અને ખાખી વચ્ચે વિવાદો કેમ?Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર 
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Embed widget