શોધખોળ કરો

Chanakya Niti: પતિ-પત્ની ઉપરાંત આ 4 લોકો વચ્ચે ક્યારેય દખલગીરી ન કરવી જોઈએ, પરિણામ હોઈ શકે છે ઘાતક

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા રચિત 'ચાણક્ય નીતિ' એ જીવન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સમાજને સમજવા માટેનો એક અમૂલ્ય ગ્રંથ છે. હજારો વર્ષો પછી પણ તેની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે.

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા રચિત 'ચાણક્ય નીતિ' એ જીવન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સમાજને સમજવા માટેનો એક અમૂલ્ય ગ્રંથ છે. હજારો વર્ષો પછી પણ તેની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે. આચાર્ય ચાણક્ય અને ભારતીય શાસ્ત્રોમાં પતિ-પત્નીના સંબંધોને લઈને ખૂબ જ ઊંડી અને વ્યવહારુ વાતો કહેવામાં આવી છે. આ સંબંધ માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી, પરંતુ એક સુખી પરિવારનો પાયો છે.

આચાર્ય ચાણક્યે નીતિશાસ્ત્રમાં જીવનના વિવિધ પાસાઓ પર પોતાનું જ્ઞાન આપ્યું છે. તેમની શિક્ષા આજે પણ પ્રસ્તુત છે અને લોકોના કામ આવે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આચાર્ય ચાણક્યના મતે, કઈ કઈ પરિસ્થિતિઓમાં આપણે વચ્ચે દખલગીરી કરવાથી બચવું જોઈએ.

ચાણક્ય નીતિ મુજબ, નીચેની બાબતોમાં ક્યારેય વચ્ચે ન પડવું જોઈએ:

  • પતિ-પત્ની વચ્ચે: ક્યારેય પણ પતિ-પત્ની વચ્ચે દખલ આપવાનું ટાળવું જોઈએ, પછી ભલે તેમની વચ્ચે ગમે તેટલી બોલાચાલી કેમ ન થતી હોય. આવું એટલા માટે કારણ કે પતિ-પત્ની લડાઈ-ઝઘડા પછી ફરી એક થઈ જાય છે, પરંતુ વચ્ચે દખલ આપવાને કારણે તમારો સંબંધ તેમની સાથે બગડી શકે છે.

  • જ્ઞાની લોકોની ચર્ચામાં: જો જ્ઞાની લોકો કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યા હોય અને તમને તે વિષય વિશે કોઈ જાણકારી ન હોય, તો તમારે તેમની વચ્ચે દખલ ન દેવી જોઈએ. આમ કરવાથી તમે મૂર્ખ સાબિત થાઓ છો અને તમારી છબી પણ ખરાબ થાય છે.

  • પશુ-પક્ષીઓના ટોળામાં: પશુ કે પક્ષીઓના ઝુંડ વચ્ચે પડવાનું પણ ટાળવું જોઈએ. જો તમે આવું કરો છો, તો પ્રાણીઓ પરેશાન થઈ શકે છે અને તેમનો ક્રોધ તમારા જાન-માલનું નુકસાન કરી શકે છે.

  • પૂજારી અને હવન વચ્ચે: જો કોઈ પૂજારી હવનનું કાર્ય કરી રહ્યા હોય, તો હવન અને પૂજારીની વચ્ચે તમારે દખલ ન કરવી જોઈએ. પૂજારીને તેમની વિધિ પૂર્ણ કરવા દેવી જોઈએ. જો તમે દખલ આપો છો, તો હવનમાં વિક્ષેપ પડી શકે છે અને સાથે જ તમારે પૂજારીના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget