શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મંગળવારથી ધનુર્માસનો પ્રારંભ, જાણો કેમ ધનુર્માસમાં શુભ કાર્યો નથી કરાતાં ? કયું અતિ વિનાશક યુધ્ધ ધનર્માસમાં થયેલું ?
ધનુર્માસમાં લગ્નની વિધિ, મકાનનું વાસ્તુ, શિલાન્યાસ વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
અમદાવાદઃ હિંદુ પરંપરામાં શુભ કાર્યો માટે અમંગલકારી મનાતા ધનુર્માસનો આવતી કાલે 15 ડિસેમ્બર ને મંગળવારથી પ્રારંભ થશે. ધનુર્માસના પ્રારંભ સાથે આગામી એક માસ સુધી લગ્ન સહિતના શુભ અને માંગલિક કાર્યો વહીં કરી શકાય.
ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યનારાયણ ધનુ રાશિમાં પ્રવેશે એટલે કે પશ્ચિમ વિથિકામાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસ કહેવાય છે. ધનુર્માસમાં લગ્નની વિધિ, મકાનનું વાસ્તુ, શિલાન્યાસ વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. જ્યોતિષીઓના મતે તેની પાછળનું કારણ એ છે કે, પૂર્વ દિશા સૂર્યની છે જ્યારે પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે અને ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી માંગલિક કાર્યો થતા નથી.
હિંદુ પરંપરામાં માન્યતા છે કે, મહાભારતનું મહાભયંકર અને અતિ વિનાશક યુદ્ધ ધનુર્માસ દરમિયાન થયું હતું. આ યુધ્ધમાં લાખોની સંખ્યામાં લોકો મરાયાં હતાં તેથી ધનર્માસને અમાંગલિક માનવામાં આવે છે.
મોદી આવતી કાલે કચ્છ આવશે, જાણો કેટલા કલાક રોકાશે ? ક્યારે થશે આગમન ને ક્યારે વિદાય લેશે ? શાનું લોકાર્પણ કરશે ?
ખેડૂતોના આંદોલનને દબાવવા માટે દિલ્હી સરહદે લશ્કર ઉતારવામાં આવ્યું ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion