શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી આવતી કાલે કચ્છ આવશે, જાણો કેટલા કલાક રોકાશે ? ક્યારે થશે આગમન ને ક્યારે વિદાય લેશે ? શાનું લોકાર્પણ કરશે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે દિલ્હીથી સાડા અગિયાર વાગે કચ્છ આવવા રવાના થશે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મંગળવાર ને 15 ડીસેમ્બરે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મોદી અગાઉ બે દિવસના પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે. હવે વડાપ્રધાન મોદી માત્ર પાંચ કલાક માટે જ કચ્છ આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે દિલ્હીથી સાડા અગિયાર વાગે કચ્છ આવવા રવાના થશે. મોદી બપોરે દોઢ વાગે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે અને ભૂજથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. માંડવીમાં મોદીના હસ્તે ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેનેદ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્ચના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.
મોદીના આગમનને પગલે માંડવી અને ધોરડોમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને એસપીજી કમાન્ડોએ ધામાં નાખ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion