શોધખોળ કરો
Tulsi Plant in Home: ઘરમાં તુલસીનો છોડ વાવતી વખતે આ વાતો રાખજો ધ્યાનમાં, નહીંતર.....
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં તુલસીનો છોડ ખોટી જગ્યાએ લગાવવામાં આવે છે તો તેનાથી આપણા ઘર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

(ફાઈલ તસવીર)
Tulsi Plant in Home: હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પસંદ છે. એવું પણ માનવામાં આવે છે કે જો તુલસીનો છોડ ઘરમાં યોગ્ય જગ્યાએ રોપવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. બીજી બાજુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તુલસીનો છોડ પણ એક ઔષધીય છોડ છે, જેનો આપણે અનેક રોગોમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં તુલસીનો છોડ ખોટી જગ્યાએ લગાવવામાં આવે છે તો તેનાથી આપણા ઘર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ચાલો જાણીએ કે ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ.
- વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને તેના મકાનમાં આર્થિક સમસ્યા હોય તો તેણે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. કારણ કે ઉત્તર-પૂર્વની દિશા ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે.
- વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના ઘરમાં દરેક સમયે ઝઘડો અને તણાવ રહેતો હોય તો તેણે ઘરની દક્ષિણપૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. આમ કરવાથી તુલસીનો છોડ ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા રોકે છે, જેનાથી ઘરમાં લડાઈ-ઝઘડા અને તણાવ ઓછો થાય છે.
- વાસ્તુ મુજબ તુલસીનો છોડ હંમેશા આંગણા અથવા ઘરની મધ્ય અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ઘરના આ સ્થળોએ તુલસીનું વાવેતર કરવાથી સારા પરિણામ મળે છે.
- તુલસીનો છોડ ક્યારેય ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. આનાથી ઘરમાં અશુભતા આવે છે.
- તુલસીનો છોડ જમીનના બદલે હંમેશાં કુંડામાં રોપવો જોઈએ. કારણ કે જમીનમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે.
- એવું માનવામાં આવે છે કે જે લોકો માંસનું સેવન કરે છે તેમણે તુલસી ન લગાવવી જોઈએ. કારણ કે તુલસીની પૂજા સાત્વિક રીતે થાય છે.
- તુલસીના છોડને એકાદશી, રવિવાર અને મંગળવારે તોડવા ન જોઈએ તેવી પણ માન્યતા છે.
- જો તુલસીનો છોડ કોઈ કારણસર સુકાઈ જાય તો તેને કૂવા અથવા નદીમાં પધરાવી દેવો જોઈએ.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement