Makar Sankranti 2024 LIVE: PM મોદીએ પાઠવી ઉત્તરાયણની શુભકામના, કહી આ વાત
Uttrayan 2024: પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય.
LIVE
Background
Makar Sankranti 2024: પતંગરસીકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ મકરસંક્રાંતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અવસરે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે, પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાડો થઇ શકે છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચગાવ્યો પતંગ..
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો. તેમણે ઉત્તરાયણ નિમિત્તે ખીલદીલીથી પતંગ ચગાવવા લોકોને અપીલ કરી હતી. જે બાદ કહ્યું, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે.. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય તો તેમને પણ ખીલદિલીની ભાવના રાખવી જોઈએ. ઉતરાયણના પર્વની સૌને શુભકામનાઓ.
અમિત શાહે પણ પાઠવી શુભકામના
ઉત્તરાયણના પર્વને લઈ અમિત શાહે શુભકામના પાઠવતાં લખ્યું, ઉત્તરાયણના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.
ઉત્તરાયણના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે. pic.twitter.com/dSEuhbm5GG
— Amit Shah (@AmitShah) January 14, 2024
અમદાવાદમાં ઊંધિયું માટે લાંબી લાંબી કતારો લાગી
સ્વાદ રસિકો ગુજરાતીઓ ઉતરાયણના દિવસે લાખો રૂપિયાનું ઊંધિયું ખાઈ જતા હોય છે જોકે વહેલી સવારથી જ અમદાવાદમાં ઊંધિયું માટે લાંબી લાંબી કતારો લાગી ગઈ છે.. ઉતરાયણ ના દિવસે ચટાકેદાર મસાલેદાર ટેસ્ટી ઊંધિયું તેમજ જલેબી ખાઈને કરતા હોય છે.. ઊંધિયાની કિંમત 260 રૂપિયાથી બારસો રૂપિયા સુધીનું માર્કેટમાં મળી રહ્યો છે જેમાં સુરતી ઊંધિયું, લીલું ઊંધિયું તેમજ જૈન ઊંધિયું નો સમાવેશ થાય છે અને ઊંધિયા વગર આ ઉતરાયણ ગુજરાતીઓ માટે તો અધૂરી જ માનવામાં આવે છે.
મકરસંક્રાતિના દિવસે સ્વચ્છતા ઝુંબેશમાં મુખ્યમંત્રી જોડાયા
મકરસંક્રાતિના દિવસે સ્વચ્છતા ઝુંબેશમાં મુખ્યમંત્રી જોડાયા હતા. ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈમાં મુખ્યમંત્રી સહભાગી બન્યા હતા. અગાઉ પણ અનેક વખત સફાઈ માટે મુખ્યમંત્રી સહભાગી બની ચૂક્યા છે.
અપક્ષ ધારાસભ્ય એવા ધવલ સિંહ ઝાલાએ ચગાવી પતંગ
અપક્ષ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા વહેલી સવાર થી જ ઉતરાયણ ની મસ્તીના રંગમાં રંગાયેલા નજરે પડ્યા. અપક્ષ તરીકે જીતેલા ધવલ સિંહ પરોક્ષ રીતે બીજેપીનાં ભગવા રંગથી પહેલેથીજ રંગાઈ ચૂક્યા છે. આજે વહેલી સવારથી જ ધવલ સિંહ પાડોશીઓ સાથે પેચ લગાવ્યા હતા અને પતંગ કાપવામાં મસ્ત હતા.