રાત્રે સૂતી વખતે તકિયા પાસે આ વસ્તુઓ રાખીને ક્યારેય ન સૂવો
સુતી વખતે લોકો ઘણી વાર માથા નીચે તકિયો તો રાખે છે, પરંતુ તેની પાસે પર્સ, પાણી કે અન્ય વસ્તુઓ પણ રાખે છે. વાસ્તુ પ્રમાણે તકિયાની આસપાસ કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં કલેશ વધે છે.
Vastu Tips : સુતી વખતે લોકો ઘણી વાર માથા નીચે તકિયો તો રાખે છે, પરંતુ તેની પાસે પર્સ, પાણી કે અન્ય વસ્તુઓ પણ રાખે છે. વાસ્તુ પ્રમાણે તકિયાની આસપાસ કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં કલેશ વધે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો વસ્તુઓ રાખતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે અથવા તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સૂતી વખતે તકિયા પાસે કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.
સુતી વખતે ક્યારેય પણ પાણી ભરેલો ગ્લાસ, લોટો કે બોટલ તમારા માખા પાસે રાખીને ન સુવો. તેનાથી ચંદ્રમા પ્રભાવિત થાય છે અને મનોરોગ ઉત્પન્ન થાય છે.
સુતી વખતે ક્યારેય માથા પાસે વોલેટ ન રાખવુ જોઇએ. તે તમારા ખર્ચા કારણ વગર વધારે છે. સાથે સાથે ઘરમાં કજિયા કંકાસનુ વાતાવરણ ઉભુ કરે છે.
હિંદુ ધર્મમાં સાવરણી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, તેને ક્યારેય ખોટી જગ્યાએ ન રાખવી જોઈએ અને રાત્રે સૂતી વખતે પલંગની નીચે સાવરણી રાખવી જોઈએ નહીં. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું.
તેના બદલે, તમે સાવરણીને એવી જગ્યાએ રાખી શકો છો જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી રાખવા માટે પણ ઉત્તર-પશ્ચિમ ખૂણો સારો માનવામાં આવે છે. સાથે જ સાવરણી ક્યારેય રસોડા, બેડરૂમ કે પૂજા રૂમની પાસે ન રાખવી જોઈએ. તેનાથી વ્યક્તિની સમસ્યાઓ વધી શકે છે.
આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે મોબાઈલ કે ઘડિયાળ જેવી કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુ સાથે રાખીને સૂવું જોઈએ નહીં. આ સિવાય વ્યક્તિએ પોતાના અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે અખબાર અથવા પુસ્તક ઓશીકા પાસે રાખીને ન સૂવું જોઈએ, કારણ કે તેનાથી વ્યક્તિના જ્ઞાનનું અપમાન થાય છે.
કપડામાં થોડી ફટકડી બાંધીને ઓશિકા નીચે રાખવાથી ખરાબ સપનાની સમસ્યા દૂર થાય છે. એ જ રીતે, જો રાત્રે સૂતી વખતે તમારી આંખ અચાનક ડરના કારણે ખુલી જાય, તો તમે 5-6 નાની એલચીને તમારા ઓશિકા નીચે કપડામાં બાંધીને રાખી શકો છો. તમે રાત્રે સૂતા પહેલા તમારા પલંગ પાસે પાણીથી ભરેલું વાસણ પણ રાખી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો