Money Upay: શનિ દેવને અર્પણ કરો અપરાજિતાનું ફૂલ, જાણો તેના ચમત્કારિક ગુણો વિશે
Aprajita Flower: ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં અપરાજિતાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખુશ થાય છે. અપરાજિતા ફૂલ ભગવાન વિષ્ણુનું પ્રિય ફૂલ માનવામાં આવે છે.
Aprajita Flower: વાસ્તુશાસ્ત્રમાં પણ અપરાજિતાના છોડના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. તેથી તમારા બગીચામાં અપરાજિતાનો છોડ લગાવવો જોઈએ. તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હોય છે. અપરાજિતાના ફૂલો જાંબલી અને સફેદ રંગના હોય છે. ઘરમાં વાદળી રંગના અપરાજિતા ફૂલને લાવવાથી અથવા તો તેના છોડને વાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને નકારાત્મક ઉર્જા દૂર થયા છે સાથે જ આ ફૂલને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને આ ફૂલ ખૂબ જ પ્રિય હોવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જેના લીધે તેનો દૈનિક પૂજામાં ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં અપરાજિતાના ફૂલને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શનિદેવને પણ આ ફૂલ ખૂબ જ પ્રિય છે. તેઓને અપરાજિતાનું ફૂલ અર્પણ કરવાથી ધાર્યું ફળ મળે છે. ભગવાન શિવને અપરાજિતાના ફૂલો ધરાવવાથી પરિણીત લોકોના જીવનમાં ખુશી આવે છે. પૈસાની સમસ્યા રહેતી હોય અને પૈસા હાથમાં આવતા ન હોય તો સોમવારે વહેતી નદીમાં એક સાથે અપરાજિતાના 5 ફૂલ ચઢાવો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. ઘરની તિજોરી કે તમારું પર્સ હંમેશા ખાલી રહેતું હોય તો મંગળવારે હનુમાનજીના ચરણોમાં અપરાજિતાના ફૂલ ચઢાવો અને પછી આ ફૂલને તમારા પર્સમાં કે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી અને પર્સમાં હંમેશા પૈસા રહેશે અને પૈસાની તંગી અનુભવશો નહીં.
- અપરાજિતા છોડના મૂળિયાંને સૂકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે આ પાઉડરને ગાયના દૂધ કે ગાયના ઘી સાથે લેવામાં આવે તો તે પેટની જૂનામાં જૂની બળતરા જળમૂડથી દૂર કરે છે. અને હંમેશા માટે તમને પેટની બલતરાંમાંથી છુટકારો મળે છે.
- 500 મિલી પાણીમાં 10 ગ્રામ અપરાજિતા પાંદડા ઉકાળો. પછી અડધું પાણી થાય એટલે પાણીને ગાળી લો. આ પાણીથી કોગળા કરવાથી તમને કાકડા અને ગળાના દુખવામાંથી છુટકારો મળે છે.
- આ ફૂલથી બનાવવામાં આવેલી ચાથી તમે થકાવટ દૂર કરીને તમને સ્વસ્થ બનાવી રાખશે. તેની ચા બનાવવા માટે પાણી ગરમ કરીને તેમાં એક ચમચી ખાંડ અને એક ફૂલ નાંખો. ત્યારબાદ પાણીનો રંગ બદલાઇ જશે. આટલું જ નહીં પરંતુ સ્વાદમાં પણ આ ગ્રીન ટી કરતા સારી લાગે છે.
- સુંદરતા વધારવા માટે અપરાજિતા વેલના મૂળ મોટાભાગે ત્વચા પર લેપ બનાવીને લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે.