Rishi Panchami 2021: ગણેશ ચતુર્થી બાદ આજે છે ઋષિ પંચમી વ્રત, જાણો કઇ રીતે પૂજન કરવાથી મળે છે પાપકર્મથી મુક્તિ
Rishi Panchami 2021: હિન્દુ પંચાગ અનુસાર ભાદરવાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમી મનાવવામાં આવે છે. આ વર્ષે ઋષિ પંચમી વ્રત 11 સપ્ટેમ્બરે છે.
![Rishi Panchami 2021: ગણેશ ચતુર્થી બાદ આજે છે ઋષિ પંચમી વ્રત, જાણો કઇ રીતે પૂજન કરવાથી મળે છે પાપકર્મથી મુક્તિ Rishi Panchami vrat 2021 katha know date time puja vidhi importance and significance guru Panchami Rishi Panchami 2021: ગણેશ ચતુર્થી બાદ આજે છે ઋષિ પંચમી વ્રત, જાણો કઇ રીતે પૂજન કરવાથી મળે છે પાપકર્મથી મુક્તિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/11/cd30d44d3c6065c69ebe78bc08d922e2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rishi Panchami 2021: હિન્દુ પંચાગ અનુસાર ભાદરવાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમી મનાવવામાં આવે છે. આ વર્ષે ઋષિ પંચમી વ્રત 11 સપ્ટેમ્બરે છે.
હિન્દુ ધર્મ અનુસાર ઋષિ પંચમીનું વિશેષ મહત્વ છે.આજના દિવસ સપ્તમ ઋષિની પૂજન અર્ચન કરાય છે. હિન્દુ પંચાગ અનુસાર ઋષિ પંચમી દર વર્ષની ભાદરવા શુકલ પક્ષની પાંચમી તિથિ મનાયા છે. આ વર્ષે ઋષિ પંચમી 11 સપ્ટેમ્બરે છે. મહિલાઓ આજના દિવસે સુખ, શાંતિ માટે અને ઋષિના આશિષ મેળવવા માટે વ્રત રાખે છે. કહેવાય છે કે વિધિવત રીતે સપ્તઋષિનું પૂજન અર્ચન કરવાથી તમામ પાપકર્મથી મુક્તિ મળે છે. મહિલાઓ આજના દિવસે ઉપવાસ રાખે છે અને સપ્ત ઋષિનું પૂજન અર્ચન કરે છે.
ઋષિ પંચમી પૂજાનું શુભ મૂહૂર્ત
- બ્રહ્મ મહૂર્ત – આજે 11 સપ્ટેમ્બર સવારથી આવતી કાલ 05:18 સુધી રહેશે.આજના દિવસે સપ્તઋષિની વિધિ વિધાનથી પૂજા અર્ચન થાય છે.
- સવાર્થ સિદ્ધ યોગ : સવારે 11:53થી બપોર બાદ 12:42 સુધી
- વિજય મૂહૂર્ત- આજે 11 સપ્ટેબર સવારે 11:53થી 12:42 સુધી
- વિજય મૂહૂર્ત: આજે 11 સપ્ટેમ્બર બપોર બાદ 02:22 વાગ્યાથી 03:12 સુધી
વ્રત કથા
વિદર્ભ દેશમાં સદાચારી બ્રાહ્મણની પત્નિ સુશીલા પતિવ્રતા હતી. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હતી. જો કે બ્ર્રાહ્મણે તેમની દીકરીના લગ્ન કર્યાં અને થોડા દિવસમાં જ તેમની દિકની વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ પતિ-પત્ની તેમની વિધવા દીકરી સાથે ગંગા તટે રહેવા માડ્યાં.એક દિવસ વિધવા દીકરીના શરીર પર કીડા ચઢી ગયા. માતા ઓ જોઇ ગભરાઇ ગઇ તેમને તેમના પતિને આ વાત કરી. પતિએ ધ્યાનમાં બેસીને આવું થવાનું કારણ જાણ્યું. ત્યારબાદ કારણ સામે આવ્યું કે, વિધવા દીકરીએ કેટલાક એવા પાપકર્મ કર્યાં છે. જેના કરાણે તેને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. આ પાપકર્મથી મુક્ત થવા માટે બ્રાહ્મણ પિતાએ વિધિ વિધાનથી ઋષિ પંચમીનું વ્રત કરવાનું વિધાન જણાવ્યું. આ વ્રતના પરિણામ સ્વરૂપ તે પાપમુક્ત થતાં દુ:ખોથી મુક્ત થઇ ગઇ અને આવતા જન્મમાં તેમને અટલ સૌભાગ્ય સહિત અક્ષય સુખના આશિષ મળ્યાં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)