(Source: ECI/ABP News/ABP Majha)
Sarva Pitru Amavasya 2022: સર્વ પિતૃ અમાસના દિવસે કરો આ 4 ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Pitra Paksha 2022: હિન્દુ શાસ્ત્રોમાં પિતૃપક્ષના અંતિમ દિવસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. તેને મહાલય અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
Mahalaya Amavasya 2022 Date Time, Pitra Paksha 2022: હિંદુ ધર્મમાં પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવાનો નિયમ છે. તેનાથી પૂર્વજોના આત્માને સંતોષ મળે છે અને તેમને મોક્ષ મળે છે. આ કાર્ય માટે પિતૃપક્ષને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શ્રેષ્ઠ દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
પિતૃપક્ષ 2022માં સર્વપિતૃ અમાસ ક્યારે છે?
હિંદુ પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસની તિથિ સુધી પિતૃ પક્ષની ઉજવણી કરવામાં આવે છે. આ 15-16 દિવસમાં પરિવાર પોતાના પૂર્વજોના નામ પર મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કર્મ કરે છે. આ અમાસ પિતૃપક્ષનો અંતિમ દિવસ છે. જને મહાલય અમાવસ્યા અને સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. આ વર્ષે મહાલય અમાવસ 25 સપ્ટેમ્બરે છે.
સર્વ પિતૃ અમાસનું મહત્વ
હિન્દુ શાસ્ત્રોમાં પિતૃપક્ષના અંતિમ દિવસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. તેને મહાલય અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ દિવસ લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરીને પોતાના પૂર્વજોને વિદાય આપે છે. જે લોકો પોતાના પૂર્વજોના મૃત્યુની તારીખ ભૂલી ગયા છે. તેઓ આ દિવસે પોતાના પૂર્વજોના નામ પર શ્રાદ્ધ કર્મ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે અને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે.
મહાલય અમાવસ્યા 2022: શુભ મુહૂર્ત
- બ્રહ્મા મુહૂર્ત: 25 સપ્ટેમ્બરના રોજ સવારે 4:35 વાગ્યાથી સાંજે 5:23 વાગ્યા સુધી શરૂ થશે
- અભિજીત મુહૂર્ત: 25 સપ્ટેમ્બરના રોજ સવારે 11:48 થી બપોરે 12:37 વાગ્યા સુધી
- ગોધૂલી મુહૂર્ત: 25 સપ્ટેમ્બરના રોજ સાંજે 06:02 થી 6:26 વાગ્યા સુધી
- વિજય મુહૂર્ત: 25 સપ્ટેમ્બરે બપોરે 2:13 થી 3:01 વાગ્યા સુધી
સર્વ પિતૃ અમાસના દિવસે કરો આ 4 ઉપાય
- પીપળાના વૃક્ષની પૂજાઃ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સર્વ પિતૃ અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
- તર્પણ કરવું- જો તમે પિતૃ પક્ષ દરમિયાન તર્પણ કરી શકતા નથી, તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તર્પણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી.
- દાનઃ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ચાંદીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- બ્રાહ્મણોને ભોજન કરાવોઃ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓના નામ પર અન્ન ગ્રહણ કરો. તેને ખુલ્લી જગ્યાએ રાખો. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ આશીર્વાદ આપે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.