(Source: ECI/ABP News/ABP Majha)
Shrawan 2022: શ્રાવણ મહિનામાં લોકો કરે છે આ ભૂલો, ઉઠાવવું પડે છે નુકસાન, જાણો ક્યાંક તમે પણ નથી કરતાં ને આ ભૂલો
Shrawan 2022: શિવલિંગ પૂજા દરમિયાન શિવલિંગ પર ક્યારેય હળદર ન લગાવો. તેનાથી શિવ ગુસ્સે થાય છે. શિવની નારાજગીને કારણે ભક્તોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Shrawan 2022 Vrat Mistake, Lord Bholenath Puja: શ્રાવણમાં શિવલિંગની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં શિવ ખૂબ જ પ્રસન્ન રહે છે. શિવ એટલે કલ્યાણ અને આનંદ. શિવ અનંત છે. શ્રાવણ મહિનાની 29 જુલાઈ, 2022થી શરૂઆત થઈ રહી છે. શ્રાવણના સોમવારે સંપૂર્ણ વિધિ સાથે વ્રત રાખવામાં આવે છે. પૂજા દરમિયાન ભોલેનાથની પ્રિય વસ્તુઓ જેમ કે બિલિલપત્ર, ભાંગ, ગંગાજળ, દૂધ, ચંદન, રાખ વગેરે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. શ્રાવણ માં ભગવાન શિવની પૂજા દરમિયાન મહિલાઓ જાણી-અજાણ્યે કેટલીક ભૂલો કરી બેસે છે. જેના કારણે તેમને ભારે મુશ્કેલી ભોગવવી પડી શકે છે.
શ્રાવણ મહિનામાં શિવલિંગ પૂજા દરમિયાન ન કરો આ ભૂલો
શિવલિંગ પૂજા દરમિયાન શિવલિંગ પર ક્યારેય હળદર ન લગાવો. તેનાથી શિવ ગુસ્સે થાય છે. શિવની નારાજગીને કારણે ભક્તોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
શિવલિંગને સ્પર્શ ન કરો
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા દરમિયાન મહિલાઓએ શિવલિંગને ભૂલીને પણ સ્પર્શ ન કરવો જોઈએ. જ્યારે મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરે છે ત્યારે માતા પાર્વતી ક્રોધિત થાય છે.
શ્રાવણમાં પૂજા સમયે કાળા કપડા ના પહેરવા
જો તમે શ્રાવણ મહિનામાં સોમવારે ઉપવાસ કરી રહ્યા હો તો ભુલીને પણ કાળા રંગના કપડા ન પહેરો. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લીલા રંગના કપડાં પહેરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ વસ્તુઓ ન ખાવ
શ્રાવણ મહિનામાં રીંગણ, પાંદડાવાળા શાકભાજી, લસણ, ડુંગળી, માંસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. તામસિક ખોરાકને બદલે સાત્વિક ખોરાક લેવો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ