Surya Grahan 2022 : આ દિવસે જોવા મળશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે કે નહીં?
વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગ, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે
Surya Grahan 2022 India Date & Time: વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલે જોવા મળશે. બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના રોજ જોવા મળશે. સુતકનો સમયગાળો સૂર્યગ્રહણની દૃશ્યતા અનુસાર નક્કી કરવામાં આવે છે. જો ગ્રહણ ભારતમાં જોવા મળે તો તેનો સૂતક કાળ માન્ય ગણાય છે અને જો ગ્રહણ ભારતમાં ન દેખાય તો તેને ભારતમાં સૂતક કાળ માનવામાં આવતું નથી. ભારતમાં ગ્રહણને ધાર્મિક દૃષ્ટિકોણથી શુભ માનવામાં આવતું નથી.
સૂર્યગ્રહણ ક્યારે થશે
જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે આવરી લે છે, ત્યારે સૂર્યના કિરણો ઓછી માત્રામાં પૃથ્વી સુધી પહોંચવામાં સક્ષમ હોય છે, જેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. તે જ રીતે જ્યારે ચંદ્ર સૂર્યના મધ્ય ભાગને આવરી લે છે, આ સ્થિતિમાં સૂર્ય રિંગની જેમ દેખાવા લાગે છે, તો આ સ્થિતિને વલયાકાર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
ભારતમાં સૂર્યગ્રહણ 2022નો સમય
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલની મધ્યરાત્રિ 12:15 થી શરૂ થશે અને સવારે 4:7 વાગ્યા સુધી ચાલશે. આ આંશિક સૂર્યગ્રહણ હશે.
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે
વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગ, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે. કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ અહીં અસરકારક માનવામાં આવશે નહીં.
બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે?
વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર, 2022ના રોજ થશે. મંગળવાર, 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ સાંજે 4:29 થી 5:42 સુધી થશે. આ સૂર્યગ્રહણ માત્ર યુરોપ, આફ્રિકા ખંડના ઉત્તર-પૂર્વીય ભાગ, એશિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગ અને એટલાન્ટિકમાં જ દેખાશે. ભારતમાં પણ આ સૂર્યગ્રહણ કેટલીક જગ્યાએ દેખાશે, જેના કારણે અહીં સૂતક કાળ પણ અસરકારક રહેશે.