Chhath puja 2021: આજે ડૂબતા સૂરજને અપાશે અર્ઘ્ય, આ દિવસે ભૂલેચૂકે પણ ન કરો આ કામ
આજના દિવસે વ્રતધારી મહિલાઓ ડૂબતા સૂરજની કરશે પૂજા, જાણો છઠ્ઠ પૂજાના દિવસ શું કરવાથી વ્રતનું ફળ નથી મળતું
Chhath Puja 2021:: ચાર દિવસીય છઠ ઉત્સવની શરૂઆત કારતક માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી થઇ જાય છે. આ ઉત્સવ 8મી નવેમ્બરથી શરૂ થયો છે અને 11 નવેમ્બર સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે પૂર્ણ થશે.
કારતક માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ચાર દિવસીય છઠ પર્વનો પ્રારંભ થયો છે. આ ઉત્સવ 8મી નવેમ્બરથી શરૂ થયો છે. અને 10 નવેમ્બરના દિવસે એટલે કે બુધવાર છ્ઠ્ઠના તહેવારનો નો મુખ્ય દિવસ છે. આ દિવસે ઉપવાસ કરતી સ્ત્રીઓ અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય ચઢાવે છે. અને 11 નવેમ્બરે સૂર્યોદય સમયે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. છ્ઠ્ઠના મુખ્ય તહેવાર પર ચારેબાજુ લોકો આસ્થામાં ડૂબેલા જોવા મળે છે. ચાર દિવસીય છઠ ઉત્સવમાં ષષ્ઠી તિથિ એ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.
યુપી, બિહાર અને ઝારખંડ વગેરેમાં છઠનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છઠ તહેવારના મુખ્ય દિવસે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો એક નજર કરીએ.
છઠ પૂજા દરમિયાન ન કરો આ ભૂલો
આ દિવસે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પૂજા અર્પણ કરતી વખતે અથવા પૂજા કરતી વખતે હાથ સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા જોઈએ. સ્નાન વગેરે કર્યા બાદ સ્વચ્છ કપડાં ધારણ કરીને જ છ્ઠ્ઠ પૂજાનું વિધાન કરી શકાય છે.
છ્ઠ્ઠના તહેવાર પર એક વાતનું ધ્યાન રાખો કે સૂર્ય અર્ઘ્ય ચઢાવવા માટે પ્લાસ્ટિક, ચાંદી કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે આ દરમિયાન ઘરમાં ઉપયોગમાં લેવાતા કાચ અને લોટાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ.
વ્રત દરમિયાન માત્ર શરીરની શુદ્ધિ જ નહીં, મનની શુદ્ધિ પણ જરૂરી છે. તેથી, આ દિવસે કોઈની સાથે અપશબ્દોનો ઉપયોગ ન કરો, અને કોઈના પ્રત્યે અણગમો રાખશો નહીં.કોઇ પ્રત્યે દુર્ભાવ ન રાખવો અને કોઇની નિંદા પણ ન કરવી
આ દિવસે સાત્વિકતાનું વિશેષ ધ્યાન રાખો. તેથી આ દિવસે ઘરમાં તામસિક ગુણ ધરાવતી વસ્તુઓનો કોઈપણ રીતે ઉપયોગ કરવાથી બચો. તેમજ આવી વસ્તુઓ ઘરમાં ન રાખો. છ્ઠ્ઠના તહેવારમાં ઘરમાં લસણ અને ડુંગળી ન રાખવા અને ભોજનમાં પણ તનો ઉપયોગ ટાળવો.
કાર્તિક શુક્લની સપ્તમી તિથિએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ વ્રત તૂટી જાય છે. તેથી, આ પહેલા વ્યક્તિએ કંઈપણ ખાવું કે પીવું જોઈએ નહીં.
છઠ પૂજાના અવસરે એકબીજાને અભિનંદન આપો, તમારા પ્રિયજનોને આ શુભેચ્છાઓ મોકલો