લગ્નમાં વિલંબ સહિત આ સમસ્યાઓ લગ્ન સર્જે છે મંગળ દોષ, નિવારણ માટે કરો આ ઉપાય
ઘરમાં તુલસીના છોડ પાસે દીપક કરવાથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આવક થાય છે અને બચત પણ વધે છે.
Mangal dosh :ઘરમાં તુલસીના છોડ પાસે દીપક કરવાથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આવક થાય છે અને બચત પણ વધે છે.
મંગળના દોષને નિવારવા માટે માટીના ગણેશની સ્થાપના કરો તેની પૂજન કરો. ગણેશની માટીની મૂર્તિની શ્રદ્ધાથી સેવા પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે.
ઘરમાં ભગવાની માટીની બનેલી મૂર્તિ રાખો, તેનાથી મંગળ સાથે ગુરૂના અશુભ પ્રભાવ, દોષ દૂર થાય છે અને નસીબનો સાથે મળે છે, ધન લાભ પણ થાય છે.
ઘરમાં માટીના વાસણમાં પાણી ભરીને રાખવાથી ચંદ્ર- મંગળના દોષ દૂર થાય છે અને તેની શુભ અસર થાય છે.લક્ષ્મી યોગથી ધન લાભ થાય છે. માટીનું વાસણ દાન કરવાથી પણ નસીબ સાથ આપે છે અને અચાનક ધનલાભ થાય છે.
મંગળ દોષ સહિત કુંડલીના અન્ય દોષને નિવારવા માટે માટીના શિવલિંગ બનાવી નિયમિત તેની પૂજા કરો. તેનાથી બધા જ ગ્રહ દોષ દૂર થાય છે અને ખરાબ સમયનો અંત આવે છે અને જીવનમાં શુભ સમયનો ઉદય થાય છે.
Vastu Tips for Home: વાસ્તુના આ નિયમને ન અવગણો, અનુસરવાથી અચૂક ઘર પર વરસશે લક્ષ્મીજીની કૃપા
astu Tips for Home: ઘરની સુખ-સમૃદ્ધિ માટે લોકો માટે વધુ ધન કમાવું ખૂબ જ જરૂરી છે. આ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
ઘરની સુખ-સમૃદ્ધિ માટે લોકો માટે વધુ ધન કમાવું ખૂબ જ જરૂરી છે. આ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
દરેક માણસની ઈચ્છા હોય છે કે, તેના ઘરમાં આરામના તમામ સાધનો વસાવે. ઘરના તમામ સભ્યોનું શરીર સ્વસ્થ રહે અને બાળકો માટે સારી કારકિર્દીના રસ્તા ખુલ્લે. આ માટે તે પોતાનું ઘર વાસ્તુના દિશા નિર્દેશ મુજબ જ વસાવે છે પરંતુ જીવનને સરળ અને સુખમય બનાવવા માટે ધન પહેલી જરૂરિયાત છે. જો તમારી મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ઓછા હોય અથવા તો ઘરમાં બરકત નથી રહેતી. આ સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના જાણકારની સલાહ લેવી જોઈએ. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હશે તો ઘરમાં બરકત નથી રહેતી અને કોઇને કોઇ બીમારી આપને હંમેશા પરેશાન કરતી રહે છે. જેના કારણે ઘરનું વાતાવરણ અસ્વસ્થ બની રહે છે. જાણીએ આ તમામ સમસ્યા માટે શું છે વાસ્તુમાં ઉપાય
આ ઉપાયો અનુસરો (વાસ્તુશાસ્ત્ર ઉપાયો)
જો તમે ઈચ્છો છો કે તમારી મોટાભાગની આવક બચી જાય અને તમારું ઘર પૈસાથી ભરેલું રહે, તો તમારે તમારા ઘર અથવા કાર્યક્ષેત્રમાં દક્ષિણની દિવાલને અડીને તિજોરી એવી રીતે રાખવી જોઈએ કે તેનું મુખ ઉત્તર દિશામાં ખુલે. તેનાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનનું આગમન થાય છે.
ઘરની સુખ-સુવિધા અને સમૃદ્ધિ માટે જરૂરી છે કે તમારા ઘરમાં લગાવેલા નળમાંથી પાણી ન ટપકવું જોઈએ. જેના કારણે ધનનો ખોટો વ્યય થાય છે.
તમારા ઘરનો કચરો ક્યારેય ઈશાન દિશામાં એકઠો ન થવા દેવો જોઈએ. ડસ્ટબિન હંમેશા ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો. તેને ઉત્તર અને પૂર્વ દિશામાં ન રાખો. તેનાથી ઘરનું વાતાવરણ દૂષિત થાય છે. બરકત નથી રહેતી
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.