રાશિફળ 24 માર્ચ: આજે છે પુષ્ય નક્ષત્ર, ધન મામલે આ રાશિના જાતકોએ રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો દિવસ
Today Horoscope: આજનો દિવસ ખૂબ વિશેષ છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે પુષ્ય નક્ષત્ર છે. આજના દિવસે ધન મામલે કેટલીક રાશિના જાતકોએ વિશેષ ધ્યાન આપવાન જરૂર છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ દસમની તિથિ છે. આજનો દિવસ ખૂબ વિશેષ છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે પુષ્ય નક્ષત્ર છે. આજના દિવસે ધન મામલે કેટલીક રાશિના જાતકોએ વિશેષ ધ્યાન આપવાન જરૂર છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.) આજે અસફળતાને લઈ ચિંતિત ન થતા. તમારી મહેનત બેકાર નહીં જાય. ધીરજ સાથે સંતુલિત વ્યવહાર કરજો. કુળમાં શોક સમાચાર મળવાની આશંકા છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે જૂના રોકાણ કારગર સાબિત થશે. વર્તમાન સ્થિતિ લક્ષ્યથી ભટકાવી શકે છે. પરંતુ તેના પર ફોક્સ બનાવી રાખજો. ઓફિસમાં કોઈ અગણમતી ઘટનાથી મન નિરાશ થઈ શકે છે.
મિથુન (ક.છ.ઘ.) આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે. મોસાળ પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. પરિવાર સાથે ચર્ચા બાદ જ કોઈ ફેંસલો લેજો.
કર્ક (ડ.હ.) આજના દિવસે તમારે લોકોસંપર્ક વધારવાની જરૂર છે. જો કોઈની મદદ મળી રહ્યો હોય તો પીછે હઢ ન કરતાં. સરકારી નોકરી માટે પ્રયત્નશીલ રહેજો. પરિવાર સાથે ધાર્મિક સત્સંગમાં સામેલ થવાનો મોકો મળશે.
સિંહ (મ.ટ.) આજના દિવસે કાર્યસ્થળ પર સંતુલિત રહેવાની જરૂર છે. નોકરીમાં સ્થળાંતરની સંભાવના છે. કામકાજમાં રૂકાવટનો સામનો કરવો પડી શકે છે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે માનસિક મજબૂતી બતાવવાની જરૂર છે. ભાવનાત્મક રીતે ખુદને નબળા ન પડવા દેતા..વડીલોની વાતો ધ્યાનથી સાંભળજો.
તુલા (ર.ત.) આજના દિવસે કામકાજમાં રૂકાવટથી મન અશાંત રહી શકે છે. પરિવારમાં કોઈ વિવાદની સ્થિતિ પર નિષ્પક્ષ ફેંસલો કરવો લાભદાયી રહેશે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો નિષ્ફળ રીતે સફળતા મળશે. નોકરી સંબંધિત મામલાને શાંતિથી ઉકેલજો. મિત્ર કે સંબંધી સાથે ફોન પર સંપર્ક વધારજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સામાજિક કાર્યોમાં સફળતા મળશે. તેનાથી તમારા યશમાં વધારો થશે. કોરાબારીએ નવો વ્યવસાય શરૂ કરતાં પહેલા પૂરી સાવધાની રાખવી,
મકર (ખ.જ.) આજના દિવસે ધીરજ સાથે કામ કરવાની સલાહ છે. ઘરમાં કોઈપણ વિવાદની સ્થિતિમાં તમારો અભિપ્રાય મહત્વપૂર્ણ બનશે. નિષ્પક્ષ થઈને પોતાની વાત રાખજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે મોટી બહેન કે તેના તુલ્યા મહિલાના સાનિધ્યમાં રહીને કામ કરવું લાભદાયી રહેશે. ઓફિશિયલ મામલામાં બેદરકાર ન રહેતા. કારોબારીઓને સારો નફો થઈ શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ઓફિસમાં લાંબા સમયથી કરવામાં આવતા પરિશ્રમના પરિણામે અટકેલા કાર્યો થશે. પરિવારમાં તમામની સલાહથી નિર્ણય લેવો સાર્થક રહેશે.