Navratri Recipe: નવરાત્રીના ઉપવાસમાં આપ ટેસ્ટી ફરાળી ઢોકળા સહિત આ ટેસ્ટી ડિશ કરો ટ્રાય
26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન માની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. આ સમયે ફલાહારમાં લઇ શકાય તેવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી વિશે જાણીએ..
Navratri Recipe:26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન માની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. આ સમયે ફલાહારમાં લઇ શકાય તેવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી વિશે જાણીએ..
ક્રિસ્પી બાઇટ-જો આપ વ્રત દરમિયાન કંઇક ક્રિસ્પી અને ટેસ્ટી ફૂડ ખાવા માંગતા હો તો સાંબામાંથી બનતી ક્રિસ્પી બાઇટ આપના માટે બેસ્ટ ઓપ્શન છે. જે સાંબાને પીસીને બનાવાય છે.યૂ ટ્યૂબ પર ક્રિસ્પી બાઇટ સર્ચ કરતા આપને ડિશની વિધિ સરળતાથી મળી જશે.
કુટ્ટુના પરાઠા-નવરાત્રીમાં આપ કટ્ટૂના પરાઠા પણ ટ્રાય કરી શકો છો. કુટ્ટુને અનાજ માનવામાં નથી આવતું. કટ્ટુ મેગ્નેશિયમ, જિંક, આયરન,કોપર અને કેલ્શિયમથી ભરપૂર છે.
ફરાળી ઢોકળા-નવરાત્રીના વ્રતમાં આ ઓઇલી અને સ્પાઇસી ડિશ ન ખાવા માંગતા હો તો સાંબાના સ્વાદિષ્ટ ઢોકળા પણ સારો ઓપ્શન છે.
સાંબાની ખીર- બધા જ પોષક તત્વોથી ભરપૂર સાંબાની ખીર પણ વ્રતધારી લોકો માટે સારો ઓપ્શન છે. તે પોષકતત્વોથી ભરપૂર છે. તેમાં કાર્બોહાઇડ્રેઇટસ ઓછું હોવાથી પચવામાં પણ સરળ છે.
આલૂ ચાટ- આ રેસિપીથી સાંજની ભૂખ સારી રીતે મટાડી શકાય છે. આ સાથે આ વાનગી નવરાત્રીના ઉપવાસની રેસીપીની યાદીમાં એક સ્વાદિષ્ટ અને ઝડપી વાનગી તરીકે ઉમેરવા માટે યોગ્ય છે. આ વાનગી ઉપવાસ દરમિયાન થતાં ક્રેવિંગને પણ શાંત કરશે અને ભૂખ પણ સંતોષાશે.
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક-ઉપવાસના દિવસોમાં ગળું સુકાઈ જવું અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. વિટામિન A, C અને K થી ભરપૂર સ્ટ્રોબેરી દૂધ સાથે સ્વાદિષ્ટ મિશ્રણ બનાવે છે. જે ઘરના બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ હોય છે. ઉપવાસના દિવસોમાં તમારા શરીરને ઠંડક આપવાની સાથે, હાઇડ્રેઇટ રાખશે અને તમારી ભૂખને પણ નિયંત્રિત કરે છે.
Navratri Recipe: નવરાત્રીના વ્રતમાં મજેદાર ફરાળી ઇડલી કરો ટ્રાય, જાણો રેસિપી
નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ
Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.
તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે પરંતુ આજે અમે તમને ફરાળી ઈડલી બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. જો તમે ઉપવાસમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ખાવા માંગો છો, તો આ તમારા માટે સારો વિકલ્પ છે.
ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી
- 1-1 કપ સાંબો અને દહીં
- સ્વાદ મુજબ રોક સોલ્ટ
- 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ
- નાળિયેરની ચટણી માટે
- 4 ચમચી નારિયેળ (છીણેલું)
- 2 લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર
- 3 ચમચી દહીં
- 1 ચમચી તેલ
- 1/4-1/4 ચમચી સરસવ, જીરું અને અડદની દાળ
ફરાળી ઇડલી બનાવવાની રીત
- સાંબાને સૌ પ્રથમ મિક્સરમાં પીસીને પાવડર બનાવો.
- તેમાં દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો અને તેને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો..
- તેમાં મીઠું અને ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો અને તેને 15 મિનિટ વરાળમાં પકાવો.
- ગરમાગરમ ઇડલી ચટણી સાથે સર્વ કરો.