Laxmi Panchmi 2022: લક્ષ્મી પંચમીના અવસરે,આ વિધિથી કરો મહાલક્ષ્મીનું પૂજન, આખું વર્ષ થશે ધનધાન્યમાં વૃદ્ધિ
Laxmi Panchmi 2022: ચૈત્ર માસના શુક્લપક્ષમાં પાંચમી તિથિએ લક્ષ્મી પંચમી આવે છે. ચૈત્ર શુક્લ પંચમીને લક્ષ્મી પંચમીના રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષે લક્ષ્મી પંચમી 6 એપ્રિલ એટલે કે આજે છે. કહેવાય છે કે,આજના દિવસે જો મહાલક્ષ્મીનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે તો મહાલક્ષ્મીની વિશેષ કૃપા મળે છે.
Laxmi Panchmi 2022: ચૈત્ર માસના શુક્લપક્ષમાં પાંચમી તિથિએ લક્ષ્મી પંચમી આવે છે. ચૈત્ર શુક્લ પંચમીને લક્ષ્મી પંચમીના રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષે લક્ષ્મી પંચમી 6 એપ્રિલ એટલે કે આજે છે. કહેવાય છે કે,આજના દિવસે જો મહાલક્ષ્મીનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે તો મહાલક્ષ્મીની વિશેષ કૃપા મળે છે.
લક્ષ્મી પંચમીની પૂજા વિધિ
લક્ષ્મી પંચમીનું વ્રત વિશેષ રીતે કરવામાં આવે છે.લક્ષ્મી પંચમીનું વ્રત કરવા માટે વહેલા ઉઠો, નિત્યક્રમ પતાવ્યા બાદ નાહીને સ્વચ્છ કપડાં પહેરીને મા લક્ષ્મીનું પૂજન અર્ચન કરો. માતાજીને ગોળ અને હળદર અર્પણ કરો, આ સાથે શ્રીયંત્રની સ્થાપના કરવી શુભ મનાય છે. માતાજીના આજના દિવસે કમળનું ફુલ અર્પણ કરો. ઉપરાંત શૃંગારનો સામાન અર્પણ કરો.વિષ્ણુ ભગવાનને પીળા વસ્ત્રો અર્પણ કરો.માતાજીને આજના દિવસે ખીરનો પ્રસાદ અવશ્ય ધરાવો. બાદ કન્યાઓને પ્રસાદ રૂપે ખીર આપો.
જરૂર કરો દાન
લક્ષ્મી પંચમીના દિવસે નિર્ધનને દાન અવશ્ય કરો, આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવું પણ શુભ મનાય છે. આવું કરવાથી મા લક્ષ્મીની સદેવ કૃપા બની રહે છે.ચૈત્ર માસની શુક્લ પક્ષમાં હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. આ રીતે વર્ષની શરૂઆતમાં જ જો મહાલક્ષ્મીનું પૂજન વ્રત આરાધના કરવામાં આવે તો માતાજી આખું વર્ષ સુખ સંપદાનું વરદાન આપે છે.
આ મંત્રોનો કરો જાપ
- લક્ષ્મી બીજ મંત્ર - ઓમ હ્રીં શ્રીં લક્ષ્મીભ્યો નમ:
- મહાલક્ષ્મી મંત્ર - ઓમ હ્રીં શ્રીં કમલાયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રી હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:
- લક્ષ્મી ગાયત્રી મંત્ર- ઓમ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પચોદયાત્
ચૈત્ર શુક્લ પંચમીને લક્ષ્મી પંચમીના રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષે લક્ષ્મી પંચમી 6 એપ્રિલ એટલે કે આજે છે.
આજના દિવસે મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી મા લક્ષ્મીની કૃપા વધે છે અને જીવનમાં વૈભવ સુખની પ્રાપ્તિ થાય છે.
આજના દિવસે મહાલક્ષ્મીની સાધના ઉપાસનાથી આર્થિક સંકટોથી મુક્તિ મેળવી શકાય છે.
લક્ષ્મી પંચમીએ માતા લક્ષ્મીનું સ્થાપન કરીને તેનું ષોડસોપચારે પૂજન કરો અને માતાને ગોળ, હળદર અને અનાજ અર્પિત કરો.
મા લક્ષ્મીને લાલ ફુલ અને ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અર્પણ કરો,. ઉપરાંત આજના દિવસે મા લક્ષ્મીને ખીરનો ભોગ અવશ્ય લગાવો.
સાંજના સમયે શુભ મૂહૂર્તમાં મા લક્ષ્મીની આરતી કરો અને આ સમયે માતાને દૂધમાં સાકર નાખીને તેનો ભોગ લગાવો,આ પ્રસાદ સૌ કોઇને વહેચો. લક્ષ્મી પંચમીના અવસરે આ વિધાનથી પૂજા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનમાં સુખ સંપદા પ્રાપ્ત થાય છે.