Navratri Recipe: નવરાત્રીના વ્રતમાં આ ફરાળી અને સ્વાદિષ્ટ કુટ્ટુના પકોડા કરો ટ્રાય, સમજી લો રેસિપી
નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે એવા ઘણા લોકો છે જેઓ આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે.
Navratri 2022: નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે એવા ઘણા લોકો છે જેઓ આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આમાંના કેટલાક લોકો માત્ર ફળો જ ખાય છે, પરંતુ જે લોકો ઉપવાસ દરમિયાન ફળો ઉપરાંત રોક સોલ્ટ ખાય છે તેમના માટે અમે લાવ્યા છીએ આ સ્વાદિષ્ટ વાનગીઓ જેને તમે લંચ કે ડિનર કોઈપણ સમયે બનાવીને ખાઈ શકો છો.
કુટ્ટુ પકોડા
કુટ્ટી તે ફાગોપાયરમ એસ્ક્યુલેન્ટમ પ્લાન્ટના ફળના બીજમાંથી કાઢવામાં આવે છે. આ ધાન્યની ખેતી બીજના રૂપે પણ થાય છે. જે સમગ્ર એશિયા અને યુરોપિયન દેશોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.જેને અંગ્રેજીમાં Buckwheat કહેવાય છે.
સામગ્રી
- કટ્ટુનો લોટ – 250 ગ્રામ
- બટાટા – 4 નંગ
- લીલા મરચા- 2
- આદુનો ટૂકડો
- સ્વાદનુસાર સેંધા નમક
- લીંબુનો રસ – 2 ટેબલસ્પૂન
કટ્ટૂના પકોડા બનાવવાની રીત
- સૌ પ્રથમ બટાટાને બાફી લો, બાદ તેની છાલ ઉતારીને તેને મેશ કરી દો.
- હવે તેમાં લીલા મરચા, લીબુંનો રસ, સેંધા નમક, ક્ટુનો લોટ મિક્સ કરીને લોટ બાંધી લો
- બાંઘેલો લોટ વધુ સમય સુધી ન રાખો નહિ તો ઢીલો થઇ જશે.
- હવે તેને પકોડા બનાવી લો અને તેને તેલમાં ડીપ ફ્રાય કરી દો.
- ફરાળી સ્વાદિષ્ટ કટ્ટુના પકોડા તૈયારા છે.
નવરાત્રીમાં માતાજીને ઘરાવો ફરાળી જલેબી, રેસિપી સમજી લો
Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો
નવરાત્રિમાં માતાજીને થાળ ધરાવવા માટે આપ ફરાળી જલેબી ઘરે બનાવી શકો છો. નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. જેથી આ પ્રસાદને ઉપવાસી પણ આરોગી શકે છે. તો ચાલો ફરાળી જલેબીની રેસીપી જાણીએ
ફરાળી જલેબી માટે સામગ્રી
- -50 ગ્રામ બટાકા
- -0 ગ્રામ આરારૂટ
- - કપ દૂધ
- -50 ગ્રામ ખાંડ
- 1 ચપટી કેસર
- -ઘી (તળવા માટે)
રીત
- સૌથી પહેલા પાણીમાં ખાંડ અને કેસર ઉમેરીને એક તારની ચાસણી બનાવી લો.
- પહેલા બટાકાને બાફી લો. બાદ બટાટાની છાલ ઉતારીને તેને ક્રશ કરી લો. તેમાં આરારૂટ પણ મિક્સ કરી દો.
- - થોડું દૂધ મિક્સ કરીને જલેબીનું ખીરું તૈયાર કરી લો.
- - જલેબીનું ખીરું એક પાતળા કપડાંમાં અથવા પ્લાસ્ટિકની બેગમાં ભરી લો. પછી તેમાં નાનકડું કાણું કરી લો જેથી જલેબી બનાવી શકાય.
- - હવે ઘી ગરમ કરી જલેબીના ખીરામાંથી ગોળ-ગોળ જલેબી બનાવીને તળી લો.
- - પછી તેને ચાસણીમાં નાખો. જ્યારે જલેબી ચાસણી પી લે તો તેને માતાજીને ઘરાવો બાદ સૌને પ્રસાદરૂપે વહેંચો