Raksha Bandhan 2022: 12 ઓગસ્ટે પણ બાંધી શકાશે રાખડી, ક્યાં સમય સુધી છે શુભ મૂહૂર્ત જાણી લો
શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે.
Raksha Bandhan 2022:શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે.
કેટલાક લોકો 12 ઓગસ્ટના રોજ ક્ષાબંધનનો તહેવાર પણ મનાવી રહ્યા છે. જ્યોતિષીઓ અનુસાર, 11 અને 12 ઓગસ્ટ, આ બંને દિવસો તહેવાર (રક્ષા બંધન 2022 તારીખ) ઉજવવા માટે શુભ છે, તમારે ફક્ત કેટલાક મુહૂર્તનું ધ્યાન રાખવાનું છે. રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે. 11 ઓગસ્ટના રોજ આવતી પૂર્ણિમા તિથિને કારણે મોટાભાગના લોકો આ દિવસે જ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જો કે, જે કેટલાક લોકો ઉદયા તિથિમાં વિશ્વાસ કરે છે, તેઓ 12 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવશે.
12મી ઓગસ્ટે શા માટે મનાવવામાં આવશે રક્ષાબંધન?
રક્ષાબંધન સાવન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે. એટલે કે 11 ઓગસ્ટના રોજ સવારે 10.37 વાગ્યા પછી પૂર્ણિમાની તિથિ રહેશે. તે જ સમયે, 12 ઓગસ્ટે ઉદયા તિથિમાં પૂર્ણિમા આવી રહી છે. તેથી જ કેટલાક લોકો 12મીએ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે.
12મી ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય
11 ઓગસ્ટે રક્ષાબંધનનો શુભ સમય 10.37 મિનિટ પછી શરૂ થશે, જે આખો દિવસ રહેશે. રક્ષાબંધન મનાવવા માટે પ્રદોષ કાળનો સમય ખૂબ જ સારો માનવામાં આવે છે. પ્રદોષ કાલ સૂર્યાસ્ત પછી લગભગ અઢી કલાક ચાલશે. પૂર્ણિમા તિથિ 12 ઓગસ્ટના સવારે 7.05 વાગ્યા સુધી રહેશે. જો તમે 12મી ઓગસ્ટે રક્ષાબંધન ઉજવી રહ્યા છો, તો સવારે 7:05 વાગ્યા પહેલા રાખડી બાંધવી શુભ મૂહૂર્ત છે.
Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....
આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...